ચાલો જાણીએ એડવોકેટ મેહુલ બોઘરા કોણ છે અને તેઓ કયા ગામના છે…? ખાલી મેહુલ બોઘરાનું નામ સાંભળીને તોડબાજી કરતા કર્મચારીઓમાં…

હાલમાં સુરતમાં બનેલી એક ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. હાલમાં ચારેય બાજુ એડવોકેટ મેહુલા બોધરાની ચર્ચાઓ થઈ રહી છે.ચાલો જાણીએ એડવોકેટ મેહુલ બોઘરા કોણ છે? સુરતના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાજન ભરવાડ નામના TRB સુપરવાઇઝર એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ પ્રહાર કર્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ભારે ચર્ચાનો વિષય બની ગયો હતો. મોટી સંખ્યામાં એડવોકેટ મેહુલ બોઘરાના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહીઓ ચાલી રહે છે.

તો ચાલો આજે આપણે જાણીએ મેહુલ બોઘરા વિશે, તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પીછડી ગામના વતની છે. હાલમાં તેઓ સુરતના યોગીચોક વિસ્તારમાં રહે છે. મેહુલ બોઘરાએ B.COM કર્યા બાદ વડોદરામાંથી એલએલબી કરીને સુરતમાં ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે.

પરંતુ હાલમાં એડવોકેટ મેહુલ બોઘરા છેલ્લા બે વર્ષથી પોલીસ અધિકારીઓથી લઈને સરકારી તંત્રમાં ચાલતી લાપરવાહી સામે અવાજ ઉઠાવી રહ્યા છે. અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા ખુલ્લેઆમ થતા કાયદાના ભંગને સોશિયલ મીડિયામાં જાહેર કરવાનું કામ શરૂ કર્યું છે.

એડવોકેટ મેહુલ બોઘરા કાયદો બધા માટે સન્માન રહે તે માટે કાર્ય કરી રહ્યા છે. એડવોકેટ મેહુલ બોઘરા પોલીસ અધિકારીઓ અને સરકારી તંત્રમાં ચાલતી લાપરવાહી સામે અવાજ ઉઠાવે છે અને તેમનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં તેમને ઉઘાડા પાડે છે. આ કામ કરવાથી ઘણી વાર તંત્રના લોકો દ્વારા તેમને ધમકીઓ પણ આપવામાં આવે છે.

છતાં પણ એડવોકેટ મેહુલ બોઘરા કોઈનાથી ડરતા નથી અને અડંગ રહે છે. એડવોકેટ મેહુલ બોઘરાનું માનવું છે કે, પોલીસ અધિકારીઓ ધારે તો કાયદાના સહારે તમામ તંત્રો અને સુધારી શકે છે અને ભ્રષ્ટાચાર દૂર કરી શકે છે. પરંતુ અમુક અધિકારીઓ અને કર્મચારીઓ ખાખી આડમાં પોતાને સર્વેસર્વા માને છે. તે લોકોને સીધા કરવાનું કામ એડવોકેટ મેહુલ બોઘરા કરી રહ્યા છે.

એડવોકેટ મેહુલ બોઘરાનું કહેવું છે કે, ઘણા સારા અધિકારીઓ અને કર્મચારીઓ છે જે પોતાનું કામ સારી રીતે કરી રહ્યા છે. જેમને હું સલામ કરી રહ્યો છું. પરંતુ નિયમો જેમ લોકોને લાગુ પડે તેમ તમામને લાગુ પાડવા જોઈએ. તેના કારણે હું આ લોકો સામે અભિયાન ચલાવી રહ્યો છું અને લોકોમાં જાગૃતતા આવે તેવો પ્રયાસ કરી રહ્યો છું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*