આપણા ગુજરાત રાજ્યની ધરતીને સાધુ સંતોની ધરતી માનવામાં આવે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રની ધરતી પર ઘણા બધા સાધુ સંતો થઈ ગયા છે અને આજે પણ આ ધરતી પર ઘણા બધા સાધુ સંતો વસવાટ કરી રહ્યા છે. તમે ઘણા સાધુ-સંતો વિશે સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે.
ત્યારે આજે આપણે પરમહિતકારી કાળુબાપુ વિશે વાત કરવાના છીએ. મિત્રો આજે આપણે કાળુબાપુ વિશે કેટલીક વાતો કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે પરમ પૂજ્ય કાળુબાપુનું ધામ એટલે ભાવનગરના ઉમરાળા તાલુકાનું હડમતીયા ગામ.
આ ગામમાં કાળુ બાપુનો આશ્રમ આવેલો છે અને દરરોજ અહીં મોટી સંખ્યામાં ભક્તો કાળુબાપુના આશ્રમે દર્શનાર્થે આવે છે. અહીં દર્શને આવતા તમામ ભક્તો કાળુ બાપુના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. મિત્રો તમે સાંભળ્યું જ હશે કે, સતાધાર, પરબધામ, બગદાણા જેવા ધામમાં અન્ન ક્ષેત્ર ચાલી રહ્યા છે અને તેવી જ રીતે કાળુ બાપુના આશ્રમમાં પણ અન્નક્ષેત્ર ચાલે છે.
કાળુબાપુના નેતૃત્વમાં અહીં ધાર્મિક પ્રસંગોની સાથે સાત દર વર્ષે સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે. કાળુ બાપુની વાત કરીએ તો તેઓ કંતાનના વસ્ત્રો પહેરે છે અને તેઓ હંમેશા મૌન રહે છે. કહેવાય છે કે કાળુ બાપુએ ઘણા વર્ષોથી અન્નનો દાણો પણ મોઢામાં નાખ્યો નથી. તેઓ મોટેભાગ દૂધ પીવે છે અને હંમેશા ધ્યાન અવસ્થામાં રહે છે.
કાળુબાપુ દિવસમાં એક જ વાર પોતાના ધુણામાંથી બહાર આવે છે અને અહીં આવતા ભક્તોને દર્શન આપે છે. જો તમે પણ કાળુ બાપુના આશ્રમે જશો તો તમને ત્યાં જઈને એક અલગ જ શાંતિનો અનુભવ થશે અને મિત્રો જો તમે અહીં જતા હો તો અહીં એકવાર પ્રસાદ જરૂર લેજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment