આજે આપણે રાજકોટના એક એવા પરિવાર વિશે વાત કરીશું જે પરિવારનો એક ચટણીએ આખું નસીબ બદલી નાખ્યું અને દેશભરમાં તેમની ચૂંટણી ખૂબ જ પ્રખ્યાત છે. વાત કરીએ તો રાજકોટમાં એ પરિવારે આજે પણ વેફર અને ચેવડા સાથે ખાવા માટેની લીલી ચટણી જેના લીધે આજે તેઓ દેશ-વિદેશમાં ખૂબ જ જાણીતા બન્યા છે.
અને કહેવાય છે ને કે ઘણા લોકોના જીવનમાં એવું કાર્ય કરતા હોય છે કે તેમનો જીવન આખું બદલાઈ જતું હોય છે. વિસ્તૃતમાં વાત કરીએ તો રાજકોટના રસિકભાઈ માત્ર ચાર ધોરણ જ ભણેલા હતા. તો પણ રસિકભાઈએ 52 વર્ષ પહેલાં મરચા અને સિંગદાણા માંથી લીલી ચટણી બનાવવાની શરૂ કરી હતી.
એ લીલી ચટણીની ખૂબ જ માંગ વધી અને દરરોજની લગભગ 100 કિલો ચટણી તેમની વેચાઈ જતી હતી. ક્યારેક તો કહેવાય છે કે પોતાની આવડત પણ કામ કરી જાય છે અને રસિકભાઈ ને એવું જ થયું તેઓ તો માત્ર ચાર ચોપડીનો જ અભ્યાસ કર્યો છે. પરંતુ તેમની એક નાનકડી દુકાન જેમાં તેઓ વેફર્સ અને ચેવડો વેચતા હતા.
એક દિવસ રસિકભાઈ એ લીલા મરચા અને સિંગદાણાની ચટણી બનાવી તો સૌ કોઈ લોકોને આ રસિકભાઈ ની ચટણી ખૂબ જ પસંદ આવી હતી અને તેનું ધીમે ધીમે વેચાણ કરવાનું પણ શરૂ કર્યું હતું. એટલું જ નહીં પરંતુ રસિકભાઈ ના મૃત્યુ બાદ પણ તેમના દીકરાઓએ પોતે તેમનો ધંધો ચાલુ જ રાખ્યો હતો અને હાલ તો તેઓ લાખો રૂપિયાની કમાણી પણ આ લીલી ચટણી બનાવીને કરી રહ્યા છે.
રસિકભાઈ ના દીકરાઓ રોજની સો કિલો લીલી ચટણી વેચી રહ્યા છે અને તહેવારના સમયે પણ 150 કિલો ચટણી વેચાઈ જાય છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ઘણા લોકો લીલી ચટણીનો ખૂબ મોટો ઓર્ડર પણ આપે છે અને આજે આખા રાજકોટમાં પણ તેમની ચટણી ખૂબ જ પ્રખ્યાત બની છે.
આ રસિકભાઈની આવડતથી તેણે બનાવેલી એ લીલી ચટણી એ આજે તેના પરિવારજનોનું પણ નસીબ બદલી નાખ્યું અને હાલ પણ રસિકભાઈ ના દીકરાઓ એ લીલી ચટણી બનાવીને તેનો વેચાણ કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment