હાલમાં બનેલી એક વિચિત્ર અને ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે વર્ષના બાળકની માતાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવનનું ટૂંકાવ્યું છે. પોતાનો જીવ ટૂંકાવા પાછળનું કારણ જાણીને તમે પણ હચમચી જ હશો. મળતી માહિતી અનુસાર સુરતના ઓલપાડ વિસ્તારમાં ઉમરા ગામે રહેતી મહિલાએ બે વર્ષનો બાળક અને પતિને સૂતેલો મૂકીને ઘરના બાજુના રૂમમાં જઈને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ઓલપાડ તાલુકાના ઉમરા ગામે આવેલી બાલકૃષ્ણ રો હાઉસ ઘર નંબર 21માં ભાવેશભાઈ ચતુરભાઈ બાળધા પોતાની પત્ની કોમલ અને બે વર્ષના દીકરા સાથે અહીં રહેતા હતા. ત્યારે એક મહિના પહેલા ભાવેશભાઈ નોકરી પરથી ઘરે પરત આવ્યા ત્યારે તેમની પત્ની કોમલબેને તેમને કહ્યું હતું કે, આપણી સોસાયટીમાં રહેતા જગદીશ કાકડીયાની મમ્મી રમીલાબેન આપણા ઘરે આવીને મને કહેતા હતા કે, સોસાયટીમાં બધા લોકો વાતો કરે છે કે તું લફરા કરે છો.
આવી વાતો કરીને સોસાયટીમાં લોકો મને બદનામ કરે છે, જ્યારે મારે કોઈ સાથે આવા સંબંધ નથી. આટલું જ નહીં પરંતુ શ્રીજી સોસાયટીમાં રહેતા કુટુંબી ભાઈઆ બધી વાત ફોન કરીને ભાવેશને કરી હતી. બીજા દિવસે ભાવેશભાઈ નોકરી પરથી ઘરે આવીને જમવા બેસા ત્યારે ફરી એક વખત કોમલ બેહને રડતા રડતા તેમને કહ્યું હતું કે, જયદીપ કાકડિયા કે બીજા સાથે મારું લફડું હોવાની વાત ઉડાવીને મને બદનામ કરી મારો જીવવાનું હરામ કરી દીધું છે.
ત્યારે ભાવેશભાઈ પોતાની પત્નીને બીજા દિવસે સવારે પોલીસ ફરિયાદ કરવા જવાની વાત કરીને પોતાની પત્નીને સુઈ જવાનું કહ્યું હતું. ત્યારબાદ ભાવેશભાઈ પોતાની પત્ની અને બે વર્ષના બાળક સાથે એક રૂમમાં સુતા હતા. મોડી રાત્રે ભાવેશભાઈનો બે વર્ષનો દીકરો અચાનક જ રડવા લાગ્યો જેના કારણે ભાવેશભાઈ ઉઠી ગયા હતા. આ દરમિયાન ભાવેશભાઈ એ જોયું તો તેમની પત્ની રૂમમાં ન હતી.
પછી ભાવેશભાઈ રસોડામાં જોવા ગયા ત્યારે તેમની પત્ની રસોડામાં પંખા સાથે લટકતી હાલતમાં તેમને જોવા મળી હતી. ત્યારબાદ ભાવેશભાઈ પોતાની પત્નીને તાત્કાલિક ત્યાંથી નીચે ઉતારીને સાયણ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે રોમિયો વિરોધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયદીપ કાકડીયા ભાવેશભાઈની પત્ની કોમલ સાથે લખવું હોવાની વાત કરીને તેમને સોસાયટીમાં બદનામ કરતો હતો. જેને લઇને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે સમગ્ર ઘટનાને લઈને જયદીપ રમેશભાઈ કાકડીયા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment