સુરત શહેરમાં જીવલેણ કોરોનાવાયરસ નો કહેર વધી રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ શહેરીજનોને માસ્ક ના દંડથી મુકિત આપી હતી ત્યારબાદ સુરત પોલીસ કમિશનર અજય તોમર નું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
અને તેમાં લોકોને ફરજિયાત પણે માસ્ક પહેરવા અપીલ કરવામાં આવી છે. અજય તોમરે જણાવ્યું કે પોલીસ તેમજ તંત્ર દ્વારા અલગ-અલગ સંસ્થાઓને સાથે રાખીને લોકોને જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવ્યા છે.
તેઓએ કહ્યું કે જો લોકો માસ્ક નહીં તો તેમને દંડ જરૂર કરવામાં આવશે અને સંપૂર્ણ સૂચના હોવા છતાં જો લોકો માસ્ક મગર જોવા મળશે.
તો તેમને દંડ ફરજિયાત પણે ફડકારવામાં આવશે. માસ્ક પહેરવા મુદ્દે કોઈપણ પ્રકારની કોમ્પ્રોમાઇઝ કરવામાં આવશે નહિ તેમ સુરત પોલીસ કમિશનર અજય તોમરે સ્પષ્ટતા કરી હતી.
સુરત શહેરમાં કોરોનાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા મૃત્યુઆંક અને કેસમાં વધારો થયો છે. સુરત સીટી ના ઉધના ના 82 વર્ષીય વૃદ્ધા.
મજુરા ગેટ ના 78 વર્ષીય વૃદ્ધા, ગોડાદરા ના 68 વર્ષીય વૃદ્ધા અને લિંબાયત ના 74 વર્ષીય વૃદ્ધા નું કોરોનાથી જીવલેણ મોત થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment