મિત્રો કહેવાય છે કે સૌરાષ્ટ્રની ભૂમિ એ સંતો મહંતોની ભૂમિ છે અને સૌરાષ્ટ્રમાંથી અનેક માતાજી અને અનેક સંતો થઈ ગયા જેને આજે પણ લોકો પૂજે છે. માતાજી ખોડલ નું નામ લેતા તો ભક્તોના દુખાવો દૂર થઈ જાય છે ને માતાજી તો તમામ પ્રકારની મનોકામનાઓ પૂરી કરે છે ત્યારે આજે રાજપરામાં બિરાજમાન ખોડલમાં વિશે તમને માહિતી આપવાના છીએ.
ગુજરાત રાજ્યનું ભાવનગર જીલ્લો અને ભાવનગર જિલ્લાનું રાજપરા ગામમાં ખોડીયાર માતાજી આજે પણ હાજરા હજુર બિરાજમાન છે. ભાવનગર રાજકોટ હાઇવે ઉપર આ વિશાળ મંદિર આવેલું છે અને કહેવાય છે કે માતાજીના મંદિર પાસે પાણીનો ધરો આવેલો છે તેને તાતણીયા ધરો તરીકે ઓળખવામાં આવે છે.
ખોડીયાર માતાજી નો જન્મ મૂળ ભાવનગર જિલ્લાના રોહીશાળા ગામે થયો હતો અને ભાવનગરનો રાજવી પરિવાર ખોડીયાર માતાજીને કુળદેવી તરીકે પૂજે છે. રાજવી પરિવારમાં આતાભાઈ ગોહિલે આ રાજપરા નું વિશાળ મંદિર બનાવ્યું છે. આતાભાઇ માતાજી ખોડલના ખૂબ મોટા ભગત છે
અને પોતાની રાજધાનીમાં બેસવા માટે વિનંતી કરી હતી અને માતાજી પ્રસન્ન થઈને આધાભાઈ ના સ્વપ્નમાં આવીને વિનંતી ને સ્વીકાર કર્યો હતો અને માતાજી એક શરત મૂકી હતી કે હું તારી પાછળ આવું પરંતુ તમે એક વખત પાછું વળીને જોતા નહીં જો પાછો વળીને જોશો તો હું ત્યાં જ બિરાજમાન થઈ જાય છે.
આ સાંભળીને આતા ભાઈ તો પ્રસન્ન થઈ ગયા પરંતુ રાજપરા નજીક પહોંચ્યા ત્યારે માતાજી ખોડીયાર પરીક્ષા લેવાનું વિચાર્યું અને તેને પોતાનો રથ સંભળાવી દીધો એટલે મહારાજને શંકા ગઈ ને તેને પાછળ વળીને જોયું એટલે ખોડીયાર માતાજી વચન મુજબ ત્યાં રોકાઈ ગયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment