હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. મિત્રો ઉત્તરાખંડના હરિદ્વારથી કેદારનાથ જવાના રસ્તા ઉપર ભૂસ્ખલન થયું છે. આ ઘટનામાં એક સ્વીફ્ટ ડિઝાયર કાર કાટમાળની નીચે દટાઈ ગઈ હતી. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા 5 લોકોમાંથી 4 લોકો ગુજરાતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મૃત્યુ પામેલા તમામ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટના હરિદ્વાર થી કેદારનાથ વચ્ચેના રસ્તા વચ્ચે રુદ્રપ્રયાગ પાસે બની હતી. મૃત્યુ પામેલા ચાર ગુજરાતીઓમાં ત્રણ અમદાવાદના રહેવાસી હતા અને એક મહેમદાબાદનો રહેવાસી હતો. જાણવા મળી રહ્યું છે કે સમગ્ર ઘટના બન્યા બાદ નીચે દટાઈ ગયેલા લોકોની બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પરંતુ ધોધમાર વરસાદના કારણે બચાવ કામગીરી થઈ શકે નહીં. ત્યાર પછી શુક્રવારના રોજ વાતાવરણ ચોખ્ખું થયું પછી નીચે દટાયેલા પાંચ લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં જીગર આર મોદી, મહેશ દેસાઈ, દિવ્યેશ પારેખ અને મનીષકુમાર નામના ચાર ગુજરાતીનું મોત થયું છે.
જ્યારે હરિદ્વારના મિન્ટુ કુમાર નામના યુવકનો પણ આ ઘટનામાં મોત થયું છે. ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે મણિનગર ના રહેવાસી જીગર મોદી સહિત પાંચ લોકો હરિદ્વાર થી કેદારનાથ કાર લઈને જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક જ ભૂસ્ખલન થયું હતું અને તેમની કાર નીચે દટાઈ ગઈ હતી.
ઘટનામાં કારમાં સવાર પાંચ લોકોના મોત થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ અને બચાવની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પરંતુ વરસાદ પડી રહ્યો હતો એટલા માટે શુક્રવારના રોજ વાતાવરણ ચોખ્ખું થયા બાદ કાટમાળની નીચે દબાઈ ગયેલા પાંચેય લોકોના મૃતદેહ ને બહાર કાઢવામાં આવ્યા હતા અને પછી આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment