આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગીતાબેન રબારી આજે સંગીત ક્ષેત્રમાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે તથા દિવસેને દિવસે લોકોની વચ્ચે તેમની લોકપ્રિયતામાં પણ વધારો જોવા મળે છે. ગીતાબેન રબારી થોડા સમય પહેલા જ પોતાના વિદેશ પ્રવાસ પરથી પરત કર્યા હતા જેની તસવીરો તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી પરંતુ તે પહેલા તેમણે પેરિસમાં યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં હાજરી આપી હતી. આપને જણાવી દઈએ કે વિદેશની ધરતીમાં રાસ ગરબા નો કાર્યક્રમ હોવા છતાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતવાસીઓ ઉમટી પડ્યા હતા જે વાયરલ થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે આજના સમયમાં ગીતાબેન રબારીને લોકપ્રિયતામાં કેટલો વધારો થયો છે.
આ કાર્યક્રમની અમુક ઝલક ગીતાબેન રબારી એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી જેને જોતાની સાથે જ તમામ લોકોએ લાઈક અને કોમેન્ટ કરી અભિનંદન પાઠવ્યા હતા. આપને જણાવી દઈએ કે આ કાર્યક્રમ યુનેસ્કો દ્વારા માનવતાના અમૂર્ત વારસા તરીકે માન્યતા પ્રાપ્ત ગુજરાતના લોકપ્રિય નૃત્ય ગરબાની યાદમાં ભારતીય દૂતાવાસ, પેરિસ દ્વારા ” એક શામ ગરબા કે નામ ” નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો તથા વિશિષ્ટ મહેમાનો ની ઉપસ્થિતિ હતી.જેમાં ગુજરાત રાજ્યના માનનીય ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી તથા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા તમામ માનવતા મહેમાનોને હાજરીમાં કચ્છી કોયલ ગીતાબેન રબારી અનેક ગીતો ગાય તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ ગુજરાતવાસીઓ મન મૂકીને ગરબે રમ્યા હતા.
ગીતાબેન રબારી ના ગીતો વિદેશની ધરતીમાં ચારે તરફ ગુંજતા જોવા મળ્યા હતા. આ બાદ ગીતાબેન રબારી કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પેરિસના અલગ અલગ સ્થળો પર વેકેશનની મજા માણતા નજરે પડ્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયામાં તેમને શેર કરી હતી. આમ તો ગીતાબેન રબારી પોતાના દરેક કાર્યક્રમમાં ભારતીય પરંપરાગત પહેરવેશ માં જોવા મળે છે પરંતુ પેરિસના વેકેશન સમય દરમિયાન તેઓ એકદમ મોર્ડન લુકમાં જોવા મળ્યા હતા આ લુક ને પણ લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. હાલમાં ચારે તરફ પેરિસના કાર્યક્રમ અને તેમના વેકેશનની તસવીરો ખૂબ જ ધૂમ મચાવી રહી છે.