હાલમાં સમગ્ર ગુજરાતનું ગર્વ અને સંગીત ક્ષેત્રમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી કચ્છી કોયલ તરીકે પોતાની એક અલગ અને નામના ઉભી કરનાર ગીતાબેન રબારી અમેરિકામાં આયોજિત થયેલા રાસ ગરબા ના કાર્યક્રમમાં હાજરી આપી તમામ ગુજરાતી લોકોની વચ્ચે રાસ ગરબા ની ધૂમ મચાવી હતી જેની અનેક તસવીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ગીતાબેન રબારીના ચાહકોએ વિદેશ પ્રવાસ અને રાસ ગરબા ના કાર્યક્રમ માટે શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી તથા તેમની સાદગી અને સરળતા ના ખૂબ જ વખાણ કર્યા હતા.
આજે ગીતાબેન રબારી ના ચાહકો માત્ર ગુજરાત અને ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલા છે આ જ કારણથી વિદેશમાં રહેતા ગુજરાતીઓ તરફથી ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવે છે જેમાં હાલમાં ગીતાબેન રબારી અમેરિકામાં ગુજરાતી લોકોને ગરબાની મોજ કરાવી રહ્યા છે. વિદેશમાં વસતા ગુજરાતી લોકોએ ગીતાબેન રબારીનું કાર્યક્રમમાં ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું.
અમેરિકાની વિદેશ ધરતીમાં તમામ લોકો ગીતાબેન રબારીના સુરના તાલે રાસ ગરબા ની રમઝટ જમાવવા માટે ભારતીય પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા જેમાં તમામ લોકો ચણિયાચોળી અને કુર્તામાં ઝગમગી ઉઠ્યા હતા. ગીતાબેન રબારી ના કાર્યક્રમને કારણે અમેરિકાના તમામ શહેરો જાણે ગુજરાત હોય તેવા દ્રશ્યો ઊભા થયા હતા. આજે ગુજરાતી સંસ્કૃતિ અને સંસ્કારો તથા તેમની પરંપરા અને રાસ ગરબા વિદેશના ખૂણે ખૂણે સુધી પહોંચવામાં ખૂબ જ સફળ રહ્યા છે જેમાં ગીતાબેન રબારી નું નામ પણ આજે સામેલ થઈ ગયું છે.
આપને જણાવી દઈએ કે વિદેશની ધરતીમાં કાર્યક્રમ હોવા છતાં પણ ગીતાબેન રબારી ગુજરાતી પરંપરાગત પહેરવેશ ચણિયાચોળીમાં જોવા મળ્યા હતા સંગીત ક્ષેત્રમાં આટલા સફળ થયા હોવા છતાં પણ ગીતાબેન પોતાની સાદગી સરળતા અને સંસ્કારોને હજુ સુધી ભૂલ્યા નથી આ જ કારણ કે આજે તેઓ લાખો લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે અમેરિકાના કાર્યક્રમમાંથી વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે ગીતાબેન રબારી ના સુરને સાંભળવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં અમેરિકામાં વસતા ગુજરાતવાસીઓ ઉમટી પડ્યા હતા.
ગીતાબેન રબારી એ તમામ ગુજરાતવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તથા તેમની સાથે ફોટોગ્રાફી પણ કરાવી હતી આ તસ્વીરો લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ગીતાબેન રબારી ના લોકપ્રિય ગીતો અમેરિકાના અલગ અલગ શહેરોમાં ગુંજી ઉઠ્યા હતા.
હવે જ્યારે નવરાત્રિ માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગીતાબેન રબારી પોતાની નવું ગીત ઝણકાર 3.0 youtube પર લોન્ચ કર્યું હતું. જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે નવરાત્રીના દિવસોમાં આ ગીત ખૂબ જ ધૂમ મચાવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે અમેરિકાની વાયરલ તસવીરોમાં પણ ગીતાબેન રબારી આ ગીત પોસ્ટ કર્યું હતું. અમેરિકામાં વસતા ગુજરાતવાસીઓના પ્રેમ સાથ અને સહકારને કારણે આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો અને તસવીરો પણ ચારેકોર ખૂબ જ ધૂમ મચાવી રહી છે.