ક્ષત્રિય યુવક મુસ્લિમ યુવકોને બચાવવા માટે પોતાના જીવની પરવા કર્યા વગર પાણીમાં કૂદીયો, બંનેના કરૂણ મૃત્યુ – મુસ્લિમ સમાજના લોકોએ એવું કહ્યું કે…

ફરી એકવાર હિન્દુ-મુસ્લિમ એકતા નું ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક હિંદુ યુવકે મુસ્લિમ યુવકનો જીવ બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દીધો. આજના જમાનામાં આવું તો કોઈ પોતાના સગા માટે પણ નથી કરતું! ત્યારે એકતાનું ઉદાહરણ અહીં રજુ થાય છે. કહેવાય છે કે, મુસીબતમાં મદદ માંગનારાઓને ક્યારેય નિરાશ ન કરવા જોઈએ.

આ વાક્યને અમલમાં મૂકતા આ હિંદુ યુવકે ડૂબતા મુસ્લિમ યુવકને બચાવવા માટે પોતે પણ છલાંગ લગાવી હતી અને આ દરમિયાન બંનેના કરૂણ મોત નિપજ્યા હતા. આવો, સમગ્ર ઘટના વિશે વિસ્તૃતમાં વાત કરીએ! મુસ્લિમ યુવાન અક્રમ યુસુફભાઈ માતાની નજર સામે જ પાણીમાં ડૂબી પડ્યો. એવામાં તેને બચાવવા માટે ચોપડવા ગામ ના 24 વર્ષીય ક્ષત્રિય યુવાન એવા જીતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા કેનાલમાં તરત કૂદીને યુવાનનો જીવ બચાવવા ગયા હતા.

જ્યારે આ ઘટનામાં મુસ્લિમ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.એવામાં 10 કિલોમીટર દૂર એન.આર.આઇ કોક કંપની પાછળ નર્મદા કેનાલમાંથી 20 કલાકની ભારે જહેમત બાદ જીતેન્દ્રસિંહ મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે જણાવતા કહીશ તો જીતેન્દ્રસિંહ ની ઉંમર માત્ર 24 વર્ષની હતી. તેઓ ગાંધીધામમાં તેમના મામાને ત્યાં નોકરી કરતા હતા. રજાના દિવસે તેઓ ભચાવ વાળ કપાવવા માટે જતા હતા.

ત્યારે તેમણે રસ્તામાં જોયું તો એક વ્યક્તિ કેનાલમાં ડૂબી રહ્યો હતો અને તેની માતા બચાવો-બચાવોની બૂમો પાડી રહી હતી. જે જોઈને તરત જ જીતેન્દ્રસિંહજી બાઈક ઉભી રાખી હતી. ત્યારે જીતેન્દ્રસિંહ એ બંનેને બચાવવાનો નક્કી કર્યું અને તરત જ દોરડું લેવા ગયો હતો.વાત કરીશું તો જીતેન્દ્રસિંહ તરવયો હતો તેણે પાણીમાં કૂદી ને બચાવવાના પ્રયાસો કર્યા તેમાં તેને સફળતા પણ મળી હતી.

એવામાં આ યુવક અક્રમ જીતેન્દ્રસિંહનો હાથ પકડી લેતાં તેઓ બંને ડૂબી ગયા હતા. આવી દુર્ઘટના બાદ જીતેન્દ્રસિંહની પણ આ ઘટનાથી 10 કિલોમીટર દૂર ત્યાંથી તેમનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. આ કિસ્સા પરથી કહી શકાય તો જીતેન્દ્રસિંહ દિલદાર માણસ હતો. તેને નાનપણથી જ તરવાનો શોખ હતો પરંતુ હવે તો જીતેન્દ્રસિંહ માત્ર યાદોમાં જ રહી ગયા.

જ્યારે આ દુર્ઘટના બની ત્યારે જીતેન્દ્રસિંહની બોડી મળી નહોતી ત્યારે ગામના 200 જેટલા યુવાનોની ટીમ અને નગરપાલિકાની ટીમ પણ શોધખોળના કામે લાગી ગયા હતા, ત્યારે 20 કલાકની ભારે જહેમત બાદ જીતેન્દ્રસિંહ મૃતદેહ મળી આવ્યો હતો.

જીતેન્દ્રસિંહ ની આવી કામગીરી બદલ મુસ્લિમ અગ્રણીઓએ તેમના ઘરે પહોંચીને પરિવારોની દિલાસો પણ આપ્યો હતો. એટલું જ નહીં પરંતુ મુસ્લિમ અગ્રણીઓએ જીતેન્દ્રસિંહને શ્રદ્ધાંજલી પાઠવી એવામાં મુસ્લિમ સમાજ ક્યારેય ભૂલશે નહીં એવું કાર્ય આ એક ક્ષત્રિય ધર્મના જીતેન્દ્રસિંહ જાડેજા કર્યું હતું. જેવો હવે માત્ર યાદમાં જ રહી ગયા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*