આજે સમગ્ર ગુજરાતના પંથકમાં જાણીતા એવા જીગલી ખજૂર, જેને આપ સૌ જાણતા જ હશો. જે હાલ આપણા ગુજરાતના સોનુ સુદ તરીકે પણ કહીએ તો ઓછું નહીં. આજે તેઓ ગુજરાતમાં ઠેરઠેર ગરીબોની મદદ કરતા નજરે પડે છે. અને વાત કરીએ તો સૌ પ્રથમ તેમણે જ્યારે આપણા ગુજરાતમાં તો તે વાવાઝોડું આવ્યું હતું. ત્યારે ખજૂર ભાઈએ એ પરિસ્થિતિમાં લોકોની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો અને જરૂરિયાત મંદ લોકો ને તો ઘરે પણ બનાવી આપ્યા અને વાત કરીએ તો મદદ પણ કરી.
આજે તેઓ એવું નહીં કે માત્ર તેમના જ સમાજના પરંતુ દરેક સમાજ માં જે લોકોને જરૂરિયાત હોય અને તેમના મનની વાતો જાણીને તેમને મદદ કરતા નજરે પડતા હોય છે. ત્યારે તેમણે ઘણા લોકોને તો ઘર પણ બનાવી આપ્યા છે. જે ખૂબ જ આશ્ચર્ય જનક વાત કહી શકાય અને ગૌરવ ભરી પણ કહી શકાય. ત્યારે હાલ તેઓ કોમેડી મેનની સાથે સાથે સમાજ સેવક તરીકે પણ જાણીતા બન્યા છે.
ત્યારે હાલમાં ખજૂર ભાઈ એક રાજુલાના જુની કાતર ગામની મુલાકાતે હતા.ત્યાં એક માજી ની વેદના જાણતા નજરે પડે છે.જેમાં એ માજી તેમને તકલીફ જણાવતા કહે છે કે તેમના ઘરમાં એકલા જ રહે છે અને તેમની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમના ઘરે કોઈ આર્થિક વ્યવસ્થા પણ ઉપલબ્ધ નથી. ત્યારે ખજૂર ભાઈ તેની બધી જ વાતો સાંભળીને તેમની મદદે દોડી ગયા છે.
અને તાત્કાલિક તેમની ટીમને અહીં બોલાવીને આ માજી ને મદદ કરી. ત્યારે ખૂબ જ ગૌરવ ભરી વાત ખજૂર ભાઈ એ માજી ને એક નવું ઘર બનાવી આપવાનું નક્કી કર્યું. અને તેમના ઘરે પાણીની પણ સુવિધા ન હોવાથી તેમણે પાણીની પણ સુવિધા કરી આપી. તો આનાથી વિશેષ સમાજસેવક કોણ હોઈ શકે કે જેવો એ ઘણા લોકોને આવી રીતે મદદ કરી છે. એટલું જ નહીં પરંતુ તેઓ એક વૃદ્ધ દાદાને પણ મળવા ગયા હતા.
આ વૃદ્ધ દાદાનું નામ ઝીણાભાઈ હતું.તેઓ પણ આશરે 15 વર્ષથી એકલા રહે છે.તેમની ઘરની સ્થિતિ જોઈ તો તેમને પણ ઘરમાં લાઈટ અને પંખો ની સુવિધા નહીં અને ખૂબ જ હેરાન થતા હતા. એકલા રહેવાનું ને જમવાની પણ સારી સુવિધા ન હોતી. ત્યારે આ દાદા ની બધી જ મુંઝવણ દૂર કરતા એવા ખજૂર ભાઈ કે જેમણે એમના જીવનની બધી જ સમસ્યાઓનો ઉકેલ લાવી ને દાદાને પણ ઘર બનાવી આપ્યો તો બોલો આવા લોકોને સલામ ના કરી શકીયે.
નવાઈની વાત તો એ કે એક જ ગામમાં ત્રણ જેટલાં ઘરો બનાવીને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી. અને તેમનો આશરો ઠર્યો, ત્યારે અત્યાર સુધીની મદદ કરી આવતા આ ખજૂર ભાઈ એ કુલ 200 જેટલા ઘર બનાવ્યા છે. તે ખૂબ જ ગૌરવ ભરી વાત કહેવાય અને આવા લોકોની જ આપણા દેશમાં જરૂર છે કે જેઓ જરૂરિયાતમંદ લોકોની વેદના જાણીને તેમને નાની તો નાની મદદ કરે અને પુણ્ય નું કામ કરે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment