આપણે સૌ જાણીએ છીએ કે હાલ તો રાતો રાત સેલિબ્રિટી બની ગયેલો કમો કે જેની દેશ-વિદેશમાં ફેમસ થઈ ગયો છે. આ કમા વિશે વાત કરું તો કમલેશભાઈ ઉર્ફે કમો જેઓ સુરેન્દ્રનગરના કોઠારીયા ગામના વતની છે.જેઓ નાનપણથી જ મંદબુદ્ધિ ને કારણે એક આશ્રમમાં રહેતા. કિર્તીદાન ગઢવીની કે જેને એક લોક ડાયરા દરમિયાન આ કમા સાથે મુલાકાત થઈ હતી અને કમા ને 2000 રૂપિયા આપ્યા હતા.
ત્યારથી જ હવે જે કોઈ જગ્યાએ લોકડાયરાનું કે કલાકારોના કાર્યક્રમો હોય ત્યાં કમો હાજર રહે છે. કોઈપણ સ્થળે લોક ડાયરાનું આયોજન હોય કે પછી કલાકારો હોય એ સૌ કલાકારો હવે તો આ કમાને પણ સાથે લઈ જાય છે. અને કમા ની એન્ટ્રી થતા જ કમા ના લોક ચાહકો ધૂમ મચાવી દે છે.
અને કમો પણ ગમે તે પ્રોગ્રામમાં ગીતો પર ડાન્સ કરીને તેમના લોક ચાહકોની ખુશીમાં વધારો કરે છે. હાલ તો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ બધે જ કમો કમો થઈ રહ્યું છે. મિત્રો તમે સોશિયલ મીડિયામાં કમાણા દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ઘણા વીડિયોમાં તમે મને કમો જીમ કરતો દેખાતો હશે અથવા તો ઘણા વીડિયોમાં તમને કમો આખ્યાન રમતો દેખાતો હોય છે.
આ ઉપરાંત ઘણા બધા કલાકારોએ પણ કમાના ખૂબ જ વખાણ કર્યા છે. રાજભા ગઢવી એ કમાણી એક અનોખી વાત કરતા જણાવ્યું હતું કે કમો ડાયરામાં આવેલા તમામ રૂપિયા ગાયો માટે દાન કરી દે છે. એવામાં જ આપણે સૌ જાણીએ છીએ કે કચ્છમાં આવેલા કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બીરાજમાન છે, ત્યારે એક પત્રકાર મણીધર બાપુને ઇન્ટરવ્યૂમાં કમા વિશે બે ત્રણ વાત કહેવાનું કહે છે.
ત્યારે મણીધર બાપુએ કહ્યું કે હાલ તો કમાનું માન દેશ-વિદેશમાં વધ્યું છે. એવામાં હું જણાવતા કહીશ તો નરસિંહ મહેતા પણ ગાંડા હતા જેમણે 52 કામ કર્યા છતાં સમાજે તેનો વિરોધ કર્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન 52 કામ કર્યા નરસિંહ મહેતાના ભગવાને અને તે પણ ગાંડા થઈને નાચતા હતા.
મણીધર બાપુ ટૂંકમાં કમાને કહેવા માંગે છે કે, કમાનું નામ દેશ વિદેશમાં વધી રહ્યું છે. ડાયરામાંથી જે પૈસા આવે તે કોઈ પણ વર્ણની દીકરી હોય તેને દાન કરી દે. અથવા તો કોઈ પણ જરૂરિયાત મંદ વ્યક્તિઓને એ પૈસા દાન કર. મણીધર બાપુએ કમા વિશે વાત કરતા કહ્યું કે, કમાની સારી વાત એ છે કે તે બધા પૈસા દાનમાં આપી દે છે તે ભગવતીની કૃપા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment