ગુજરાતમાં દરરોજ ઘણા અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે. ખાસ કરીને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોમાં એક પછી એક કરીને ઘણા લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા છે. ત્યારે જામનગરમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે.
અહીં એક 37 વર્ષના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. સૌપ્રથમ તો યુવકને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. એટલે તરત જ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકે અંતિમ શ્વાસ લીધા હતા.
યુવકના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હયાફાટ રૂદન કર્યું હતું. હાલમાં તો ખાસ કરીને નાની ઉંમરના બાળકો અને યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ખૂબ જ વધી ગયા છે. જામનગર ઉપરાંત આવી જ એક ઘટના ભાવનગરમાં પણ બની છે.
આ ઘટનામાં ભાવનગરના તળાજાના દેવલી ગામે માત્ર 18 વર્ષની યુવતીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. દીકરી સુતી હતી અને પછી તે જાગી જ નહીં. મળતી માહિતી અનુસાર 18 વર્ષની દીકરીનું ઊંઘમાં હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
ગુજરાતમાં નવરાત્રી દરમિયાન લગભગ 36 લોકોના હાર્ટ અટેક આવવાના કારણે મોત થયા છે. આ ઉપરાંત હાર્ટ એટેક આવવાના કુલ 766 કેસ નોંધાયા છે. આ ઉપરાંત જાણવા મળી રહ્યું છે કે મોટેભાગના હાર્ટ એટેકના કેસ સાંજે 6:00 વાગ્યાથી રાત્રે બે વાગ્યા સુધીમાં બને છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment