આપણે જણાવી દઈએ કે વૈશ્વિક બજારમાં આવેલા ફેરફાર બાદ આજરોજ ગુરુવારે સવારે સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો . ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો હતો અને ફરીથી ચાંદી 68 હજાર રૂપિયાને પાર પહોંચી ગયું છે એટલે કે ચાંદી ના ભાવમાં વધારો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજરોજ સવારે 24 કેરેટ સોના નો વાયદો રૂપિયા સાત ઘટીને 51140 પ્રતિ 10 ગ્રામ થયો હતો.
આ સમયે ચાંદીના વાયદાના ભાવમાં 1151 રૂપિયાનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો અને ચાંદી એક દિવસ પહેલા એટલે કે લગભગ એક મહિના પછી 68000 રૂપિયાને નીચે પહોંચી ગઈ હતી. આજે ફરી આ સ્તર ને વટાવીને 68455 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે.
વૈશ્વિક બજારમાં સોનાના હાજર ભાવ આજે સવારે પાછા વધવા લાગ્યા અને ઓસ દીઠ 1930 ડોલર ના દરે પહોંચી ગયો છે. અહીં સોનાની કિંમતમાં વધારો થવાનું એક માત્ર કારણ એ છે કે યુએસ ફેડ રિઝર્વ તરફથી વ્યાજ દરોમાં વધારો છે. વૈશ્વિક બજારમાં ચાંદીના હાજર ભાવ પણ 0.75 ડોલર વધીને 25.46 ડોલર પ્રતિ ઔંસ થયો છે.
યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કર્યા બાદ ડોલર ઇન્ડેક્સ ઘટયો અને વૈશ્વિક બજાર માં સોનાના વધવા લાગ્યા.છેલ્લા છ ટ્રેડિંગ સેશન થી સોનાના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો અને આ દરમિયાન 10 ગ્રામ સોનાના ભાવ લગભગ ચાર હજાર રૂપિયાનો ઘટાડો થયો છે.
હંમેશા સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ફરજિયાત પણે ધ્યાન રાખવું જોઈએ. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે.હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ,નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.મિસ કોલ આપીને આ રીતે સોનાની નવીનતમ કિંમત જાણો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment