ગુજરાતમાં કોરોનાવાયરસ ના સતત વધતા કેસ સામે દેશના સૌથી ધનિક વ્યક્તિ આગળ આવ્યા છે. મુખ્યમંત્રી રૂપાણી અને અંબાણી ની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસ ની બીજી લહેર ગુજરાત સહિત આખા દેશ પર કહેર બનીને તૂટી છે.
ત્યારે રાજ્યમાં દર્દીઓની સારવાર આપવા માટે બેડની સંખ્યા ખૂટી પડી છે.કેટલીક બધી જગ્યાએ વ્યવસ્થા અને સારવારના અભાવે દર્દીઓએ જીવ ગુમાવવા પડયા છે. દેશના મોટા ઉદ્યોગપતિઓએ કોરોના સામે લડવામાં સામે આવી રહ્યા છે.
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સાથે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ વાતચીત કર્યા બાદ રિલાયન્સ દ્વારા જામનગરમાં 1002 ની હોસ્પિટલ ઊભી કરવાનો નિર્ણય કર્યો છે.
નોંધનીય છે કે આ હોસ્પિટલના નિર્માણ માટેની કામગીરી મુખ્યમંત્રી રૂપાણી ની દેખરેખ હેઠળ અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ ના નેતૃત્વમાં જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વહીવટીતંત્ર સંકલનની જવાબદારી સંભાળી રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોનાવાયરસ ના કેસ વચ્ચે જામનગરમાં મોટી કોવિડ હોસ્પિટલ ઉભી થવાથી ન માત્ર જામનગર પરંતુ દેવભૂમિ દ્વારકા, પોરબંદર જેવા જિલ્લાના દર્દીઓને સારવાર માટે સુવિધા ઉભી થાય તેવી આશા છે.
નોંધનીય છે કે ગુજરાતમાં કોરોનાવાયરસ ના નવા કેસના આંકડાઓની ગતિ મા ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે રાજ્યમાં 14340 કેસ સામે આવ્યા હતા જ્યારે આજે 14352 કેસ સામે આવ્યા છે.
અગાઉ આ જ મહિનામાં કોરોનાવાયરસ ના કેસની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળતો હતો ત્યારે આંકડાઓમાં કેસની ગતિ ધીમી પડી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment