મહામારી ના સમય વચ્ચે રાજ્યના ખેડૂતો માટે આવ્યા ખરાબ સમાચાર, જાણો.

130

રાજ્યમાં મહામારી ના સમય વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં એક વાર ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ગયો છે.

એક બાજુ વાઇરસની રોવડાવી રહો છે જ્યારે બીજી તરફ કમોસમી વરસાદ રોવડાવશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આગામી 13 અને 14 મે એ કમોસમી વરસાદ આવી શકે છે.લો પ્રેશર સક્રિય થતા માવઠા ની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં સક્રિય થશે.

જેના કારણે કમોસમી વરસાદ પડે તેવી સંભાવનાઓ રહેલી છે. કમોસમી વરસાદ નો સૌથી વધુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને પડશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિત હળવાથી મધ્યમ માવઠા ની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તાપી, નર્મદા, ડાંગ સહીત હળવા માવઠા ની શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!