મિત્રો આપણને બધાને ખબર જ છે કે કમાનું નામ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ જાણીતું બની ગયું છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં કમો કમો જ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં પણ કમાના વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. લાખોની સંખ્યામાં લોકો કમાના વિડીયો જોવે છે. કમો એટલો ફેમસ થઈ ગયો છે કે કમો ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પણ જોવા મળ્યો હતો.
ત્યારે કમાના ડાન્સ કરવાની અને ધુણવાની બાબત ઉપર થોડાક દિવસોથી ઘણા નિવેદનો સામે આવી રહ્યા છે. થોડાક દિવસ પહેલા જ પ્રોગ્રામમાં કમાને નાચતા અને ધૂળતો જોઈને ગુજરાતના લોકપ્રિય એક્ટર હિતેન કુમારી પોતાનું નિવેદન આપ્યું હતું. હિતેન કુમારે કહ્યું હતું કે, કમા જેવા દિવ્યાંગ વ્યક્તિને રમકડું બનાવીને મૂકી દીધું છે. આ બધું એક સર્કસ ચાલી રહ્યું છે.
હિતેન કુમારે કહ્યું કે, કિર્તીદાન ભાઈએ જ્યારે શરૂ કર્યું હતું ત્યારે તેમની ભાવના જુદી હતી પણ હવે વધારે થઈ રહ્યું છે. હિતેન કુમારે કહ્યું કે કિર્તીદાન ગઢવીએ માત્ર કમાને પ્રોત્સાહન રૂપે તેનું સન્માન કર્યું હતું. પણ હવે લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત એક ડાયરા દરમિયાન યોગેશદાન ગઢવીએ પણ કમાને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું. યોગેશદાન ગઢવી એ કહ્યું હતું કે, કમો તો ભગવાનનું દીધેલું ઘરેણું છે. તેને ડાયરામાં નચાવાય કે ધુણાવાઈ નહીં.
આ બધા નિવેદનો સામે આવ્યા બાદ કિર્તીદાન ગઢવીએ મીડિયાના માધ્યમથી આ વાતની સ્પષ્ટતા કરતા કહ્યું કે, કોઠારીયા ગામમાં કાર્યક્રમ હતો ત્યારે કમો મને મળ્યો હતો. ત્યાં મેં એક ગીત ગાયું હતું અને એ ભગવાનના બાળકને જે મજા આવી ગઈ અને મેં તેને જોઈને ત્યાં હાજર બધા લોકોને તેનું નામ પૂછ્યું… ત્યારે ઘણા લોકોએ કહ્યું કે કમલેશ અને ઘણાએ કીધું કમો. કિર્તીદાન ગઢવીએ કહ્યું કે નિર્દોષ બાળક નાચતો હતો ત્યારે વહાલો લાગતો હતો.
કિર્તીદાન ગઢવીએ વધુમાં વાત કરતા જણાવ્યું કે, પરંતુ છેલ્લા બે ચાર કાર્યક્રમમાં મેં જોયું કે કોઈ કલાકારનું નામ નહીં લેતા કે કમાને ફરજિયાત ધુણાવે કમાને ફરજિયાત નચાવે એવું નહીં. કિર્તીદાન ગઢવીએ કહ્યું કે માંડવીમાં પણ મેં કમાને બોલાવ્યો હતો. ત્યારે હું કમાનો હાથ પકડીને લઈ ગયો હતો અને મેં કાર્યક્રમના આયોજકને કીધું હતું કે કમા માટે કાંઈ પણ ફરજિયાત નથી. કમાને નાચવું હોય તો નાચશે અને કમાને બેસવું હોય તો બેસે. કમાને મજા આવે તે તેને કરવા દેવાનું. પણ કેટલાક એવા લોકો છે જે કમાનો મિસ યુઝ કરી રહ્યા છે તે ખોટી વાત છે.
કિર્તીદાન ગઢવીએ વધુમાં વાત કરતા જણાવ્યું કે, આમાં કમાના પરિવાર માટે એક બાબત ખૂબ જ સારી બની છે કે કમાના પરિવાર માટે આવક ઊભી થાય છે. કિર્તીદાન ગઢવીએ કહ્યું કે મેં તો દિવ્યાંગ બાળકોને પ્રેમ કર્યો છે. પણ લોકોને હું કહું છું કે કમાને પ્રેમ કરવો જોઈએ આવા બાળકોનો મિસ યુઝ ન કરવો જોઈએ. કમો નિર્દોષ છે જો તેને નિર્દોષની જેમ પ્રેમ કરો.
વધુમાં કિર્તીદાન ગઢવીએ કમા ની આવક વિશે વાત કરતા જણાવ્યું કે, ગમન ચોક્કસ આવક થાય છે. પરંતુ તે નિર્દોષ બાળક છે. તેને પૈસા સાથે કાંઈ લેવાદેવા જ નથી. તેથી હું બધાને વિનંતી કરું છું કે કમાની નિર્દોષતા જળવાવી જોઈએ. મિત્રો તમને બધાને હું જણાવી દઉં કે ડાયરામાં મળેલા પૈસા કમો પોતાની ગામમાં આવેલી ગૌશાળામાં દાન કરી દે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment