ગુજરાતી સિંગર કિર્તીદાન ગઢવી આજના સમયમાં દેશ વિદેશમાં લોક ડાયરાની ધૂમ મચાવતા જોવા મળે છે. જેની અનેક તસવીરો અને વિડિયો તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરતા હોય છે. થોડા સમય પહેલા જ કિર્તીદાન ગઢવી વૃંદાવનમાં બિરાજમાન પરમ પૂજ્ય પ્રેમાનંદજી મહારાજની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ બાદ તેને પ્રેમાનંદજી મહારાજની વિશિષ્ટ ઉપસ્થિતિમાં સુંદર ભજન ગાય દરેક લોકોના દિલ જીતી લીધા હતા આ ગીત સાંભળી પ્રેમાનંદજી મહારાજ પણ ખૂબ જ ખુશ થયા હતા તથા કિર્તીદાન ગઢવી ને આશીર્વાદ શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવી હતી તથા તેઓ સંગીત ક્ષેત્રમાં ખૂબ જ સફળ થઈ સમગ્ર દુનિયામાં ભારત દેશનું નામ રોશન કરે તેવી રાધારાણીજીના ચરણોમાં પ્રાર્થના પણ કરી હતી.
કિર્તીદાન ગઢવી હંમેશા પોતાના ધર્મ સંસ્કાર સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલા રહે છે આ કારણથી જ આજે તેઓ દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે તેમને થોડા સમય પહેલા કેન્યાની વિદેશ ધરતીમાં રાસ ગરબા અને લોક ડાયરાની ધૂમ મચાવી હતી તથા તેમના દરેક લોકપ્રિય ગીતો કેન્યાની ધરતીમાં સાંભળવા મળ્યા હતા આ લોક ડાયરામાં ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતવાસીઓ અને વિદેશના લોકો જોડાયા હતા અને કિર્તીદાન ગઢવી તથા તેમના સમગ્ર પરિવારનું ભવ્ય સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું. આજના સમયમાં કિર્તીદાન ગઢવીના ચાહકો માત્ર ગુજરાત અને ભારત પૂરતા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલા છે જે તેમને ખૂબ જ પ્રેમ સાથ અને સહકાર આપતા હોય છે આ કારણથી જ કીર્તિદાન ગઢવી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી સંગીત ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યા છે.
પોતાના વિદેશ પ્રવાસ પરથી પરત ફરતાની સાથે જ કિર્તીદાન ગઢવી વૃંદાવનની પાવન ધરતી પર પધાર્યા હતા જ્યાં તેમને સૌપ્રથમ પ્રેમાનંદજી મહારાજ સાથે મુલાકાત કરી હતી ત્યારબાદ વૃંદાવનમાં આયોજિત ભજન સંધ્યામાં હાજરી આપી હતી જે આ પ્રખ્યાત કથાકાર ઇન્દ્રેશજી મહારાજનો જન્મોત્સવ ઉજવાયો હતો. આ ભજન સંધ્યા અને જન્મોત્સવના ભવ્ય કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ લોક ડાયરામાં કિર્તીદાન ગઢવી રાધારાણીજી અને ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભાવો લોકો સમક્ષ રજૂ કર્યા હતા તથા તમામ લોકોને ભક્તિના વાતાવરણમાં મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વૃંદાવનના પ્રખ્યાત કથાકાર ઇન્દ્રેશજી મહારાજે પણ કિર્તીદાન ગઢવી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો તથા તેમના સુરના પણ ખૂબ જ વખાણ કર્યા હતા. કિર્તીદાન ગઢવી એ પણ ઇન્દ્રેશજી મહારાજને જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવી હતી તથા તેમના સારા સ્વાસ્થ્ય અને આયુષ્ય માટે રાધા રાનીજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. આપને જણાવી દઈએ કે વૃંદાવનની પાવન ધરતીમાં ઈન્દ્રેશજી મહારાજ ની અનેક કથા નું આયોજન કરવામાં આવે છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો હાજરી આપતા હોય છે હાલમાં તેમના જન્મોત્સવ નિમિત્તે પણ વૃંદાવનમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.