“ચાર ચાર બંગડી વાળી ગાડી…” ગીત ગાયને ફેમસ થનાર કિંજલ દવેને તો આપ સૌ કોઈ લોકો જરૂર ઓળખતા હશો. આજે કિંજલ દવેનું ખૂબ જ મોટું નામ બની ગયું છે અને તેમના દેશ વિદેશમાં પણ ચાહકો છે. પરંતુ આજથી થોડાક સમય પહેલા કિંજલ દવે પોતાના ‘ચાર બંગડી’ વાળા ગીતને લઈને વિવાદમાં આવ્યા હતા.
આ ગીતના વિવાદમાં સિવિલ કોર્ટે લોકગાયિકા કિંજલ દવેને 1 લાખનો દંડ ફટકાર્યો છે. આટલો જ નહીં પરંતુ સાત દિવસમાં એક લાખ રૂપિયા અરજદારને ચૂકવવાનો કોર્ટે આદેશ આપ્યો છે. સાત દિવસમાં આ રકમની ભરપાઈ નહીં કરે તો સાત દિવસની સાદી કેદ થઈ શકે છે.
ચાર ચાર બંગડી વાળા ગીતની કોપીરાઇટ વિવાદના કારણે કિંજલ દવે આ ગીત લાઇવ માં, પબ્લિક માટે સોશિયલ મીડિયા પર ગાઈ નહીં શકે તેના પર સિવિલ કોટે પ્રતિબંધ ફરમાવ્યો છે.
વાત કરીએ તો અન્ય મીડિયા દ્વારા રિલીઝ કરાયેલા ગીતને જાહેરમાં ઉપયોગ કરી નાણાકીય ફાયદો મળ્યા બદલ કિંજલ દવે સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે હવે તેનો ચુકાદો આવી ગયો છે અને કિંજલ દવેને એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment