હાલમાં ગુજરાતના અનેક કલાકારો વિદેશ પ્રવાસની મજા માણી રહ્યા છે જેમાં વિદેશમાં રહેતા ગુજરાતવાસીઓ દ્વારા અનેક લોક ડાયરા હાસ્ય દરબાર રાસ ગરબા તથા સાહિત્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. આ વિદેશ પ્રવાસના માહોલ વચ્ચે ગુજરાતી સંગીતકાર કિંજલ દવે હાલમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં રાસ ગરબા ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં કિંજલ દવેના આ કાર્યક્રમમાં ગુજરાતવાસીઓ સાથે ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને તમામ લોકોએ રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી.
ઓસ્ટ્રેલિયાની વિદેશ ધરતીમાં કિંજલ દવેના લોકપ્રિય ગીતો ચારે તરફ ગુંજીયા હતા. આ રાસ ગરબા ના કાર્યક્રમની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે કિંજલ દવે વિદેશની ધરતીમાં કાર્યક્રમ હોવા છતાં પણ સંપૂર્ણ ભારતીય પરંપરાગત ચણિયાચોળીમાં જોવા મળી હતી આજે પણ કિંજલ દવે સંગીત ક્ષેત્રમાં આટલી સફળ થઈ હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સભ્યતાને ક્યારેય ભૂલી નથી આ કારણથી જ કિંજલ દવેના ચાહકો માત્ર ગુજરાતના નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલા છે અને વિદેશના ખૂણે ખૂણે કિંજલ દવેના રાસ ગરબાના કાર્યક્રમના આયોજન કરવામાં આવે છે આ સાથે જ તમામ ગુજરાતવાસીઓ એ કિંજલ દવેને ખૂબ જ પ્રેમ સહકાર આપ્યો હતો સાથે તેમનું સ્વાગત પણ કર્યું હતું.
આજના સમયમાં વિદેશની ધરતીમાં ગુજરાતી પરંપરા સંસ્કારો રીતરિવાજ તેમની ભાષા પહેરવેશ તમામ ગુજરાતી કલાકારોએ જીવંત રાખ્યા છે સાથે જ વિદેશની ધરતીમાં ગુજરાતવાસીઓ વસવાટ કરતા હોવા છતાં પણ હંમેશા ભારતીય નૃત્ય પરંપરા પરિવાર અને રાસ ગરબાને હંમેશા માન સન્માન આપે તેમની સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે આ વાત જ આપણા તમામ લોકો માટે ખૂબ જ ગર્વની છે કિંજલ દવે હવે ટૂંક જ સમયમાં યુકે અમેરિકા ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં પણ રાસ ગરબા ની ધૂમ મચાવશે.
આ પહેલા કિંજલ દવે ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અને રાધિકાના લગ્નમાં આયોજિત થયેલા રાસ ગરબા ના પ્રસંગમાં હાજરી આપી હતી અને તમામ દેશ-વિદેશના આમંત્રિત મહેમાનોને ગરબાની રમઝટ કરાવી હતી સાથે જ તેમની રિસેપ્શન પાર્ટીમાં પણ કિંજલ દવે જોવા મળી હતી આ મુકામ સુધી પહોંચવા માટે તેને પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કર્યા છે આ કારણથી જ આજે તે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહી છે. હાલમાં તો કિંજલ દવેનું ઓસ્ટ્રેલિયાનો આયોજિત થયેલા રાસ ગરબા ના કાર્યક્રમ દરેક લોકો માટે ખૂબ જ ખાસ રહ્યો હતો.