આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. સોશિયલ મીડિયા પર આવા ઘણા પ્રાણીઓ ના વિડીયો વાયરલ થતા હોય છે. સિંહને ખૂબ જ ખતરનાક પ્રાણી માનવામાં આવે છે જ્યારે પણ તે લોકોની સામે આવે છે ત્યારે લોકોને સીટી વાગી જાય છે.
પરંતુ શું તમે એ સિંહને ભગાડવાની રીત જાણો છો, જો નથી જાણતા તો આ વિડીયો તમારા માટે છે. જોવા મળે છે કે એક સિંહ અચાનક મંદિરના દરવાજા પર આવીને ઉભો છે અને અંદર જોવા લાગે છે. પરંતુ મંદિર ની અંદર ના પૂજારીએ કંઈક એવું કર્યું કે સિંહ તરત જ ભાગી ગયો. હાલમાં આ વિડીયો ઈન્સટ્રાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, વિડીયા રિપોર્ટ અનુસાર તે ગીરની આસપાસ જણાવવામાં આવી રહ્યું છે.
વિડીયો ના કેપ્શન માં પણ લખવામાં આવ્યું હતું કે મોટેભાગે આવો નજારો ગીરની આસપાસના વિસ્તારમાં જોવા મળે છે. બે દિવસ પહેલા સવારે એક ગામ નજીક આવેલા પાંડેશ્વર મહાદેવના મંદિરમાં પૂજારી પૂજા કરવા ગયા હતા ત્યારે અચાનક સિંહનું ટોળું મંદિર પાસે આવી ગયું હતું.
View this post on Instagram
આ પછી પૂજારી એ મંદિરનો દરવાજો બંધ કરી દીધો જેથી સિંહ અંદર ન આવે, સિંહ ના ટોળા માંથી એક સિંહ ત્યાં આવીને ઊભો રહ્યો હતો. ત્યારબાદ પૂજારીએ પોતાના મોબાઈલમાં એક વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું. આ સાથે પૂજારીએ જોરથી બૂમ પાડી જેથી તે દૂર જાય, પછી તે સિંહ મંદિરના પ્રાંગણમાંથી બહાર નીકળી ગયો અને ચાલ્યો ગયો. પૂજારીએ અજીબ રીતે અવાજ કર્યો કે બીજી જ ક્ષણે સિંહ ત્યાંથી જતો રહ્યો હતો.
સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા લોકોએ તેને શેર કરીને કહ્યું કે સિંહને ભગાડવા માટે આનાથી વધુ સારો દેશી જુગાડ તમે ભાગ્યે જ જોયો હશે. યુઝર્સ પણ આ વિડીયો પર કોમેન્ટ કરી રહ્યા છે, એકે લખ્યું છે કે પુજારી એવી રીતે સિંહ ને ભગાડી રહ્યા છે જાણે ગલીના કૂતરાને ભગાડી રહ્યા હોય. જ્યારે બીજા એક યુઝરે લખ્યું કે તેને પણ ભગવાનના દર્શન કરવા છે. વીડિયોમાં એ પણ દેખાઈ રહ્યું છે કે સિંહ પહેલા આવીને ઉભો રહે છે અને પછી ત્યાંથી જતો રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment