સમગ્ર ગુજરાત અને દેશ દુનિયામાં લોક સેવક તરીકે જાણીતા ખજૂર ભાઈ હંમેશા પોતાના સેવા કાર્ય સાથે જોડાયેલા રહે છે અને સોશિયલ મીડિયામાં પણ અવારનવાર અનેક ગરીબો અને જરૂરીયાત મંદના સેવા કાર્યના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે તથા આશીર્વાદ અને શુભકામના પણ લોકો પાઠવે છે આજના આ કલયુગ અને સ્વાર્થી દુનિયામાં ખજૂર ભાઈ નિસ્વાર્થ ભાવે જરૂરિયાતમંદ અને ગરીબો માટે સેવા કરી રહ્યા છે.
માત્ર એટલું જ નહીં પરંતુ પોતાની આવકનો મોટેભાગે હિસ્સો સેવા કાર્ય પાસે ખર્ચ કરતા હોય છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે નીતિનભાઈ જાની એટલે કે ખજૂર ભાઈ થોડા સમય પહેલા પોતાના ભાઈ સાથે અમેરિકાના પ્રવાસ પર ગયા હતા જ્યાં તમામ ગુજરાતી પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આજે ખજૂર ભાઈને વિદેશની ધરતીમાં રહેતા ગુજરાતવાસીઓ તરફથી પણ ખુબ જ સાથ સહકાર અને પ્રેમ મળી રહ્યો છે.
આ બાદ પોતાના લાંબા સમયના અમેરિકાના પ્રવાસ બાદ ખજૂર ભાઈ ભારત પાછા ફર્યા હતા જે ખજૂર ભાઈના ચાહકો તરફથી ખૂબ જ સ્વાગત સન્માન જોવા મળ્યું હતું તથા ભારત પરત ફરતાની સાથે જ ફરીવાર પોતાના સેવા કાર્ય પાછળ જોડાઈ ગયા હતા જ્યાં તેમણે અનાથ દીકરા દીકરીઓ માટે ઘર બનાવવાની સેવાની શરૂઆત કરી હતી
ધોધમાર વરસાદની વચ્ચે પણ ખજૂરભાઈ પોતાની સમગ્ર ટીમ સાથે ઘર બનાવી રહ્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ચાહકોએ ખજૂર ભાઈની આ સેવાના ખૂબ જ વખાણ કર્યા હતા. આબાદ ખજૂર ભાઈ ઉદયપુરમાં આવેલી હોટલમાં પોતાની પત્ની મીનાક્ષી દવે અને ભાઈ સાથે પધાર્યા હતા જ્યાં હોટલનાં સ્ટાફ અને પરિવારજનો એ ખજૂરભાઈ પર પુષ્પનો વરસાદ કરી હાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું.
View this post on Instagram
ખજૂર ભાઈએ હોટલના સ્ટાફ અને પરિવારજનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ તેમને પોતાના હાથે રીબીન કટ કરી હોટલ નું ઉદઘાટન કર્યું હતું. આ પ્રથમવાર નહીં પરંતુ ખજૂરભાઈ અવારનવાર અનેક નવા કાર્યની શરૂઆત ના કાર્યક્રમમાં પહોંચતા હોય છે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો તેમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.
ઉદયપુરની આ મુલાકાત ખજૂર ભાઈ તથા તેમના સમગ્ર પરિવારજન માટે ખૂબ જ ખાસ અને વિશિષ્ટ બની રહી હતી તથા હોટલના માલિકના પરિવારજનો તરફથી પણ ખૂબ જ પ્રેમ અને સાથ સહકાર જોવા મળ્યો હતો ત્યારબાદ સમગ્ર પરિવાર અને ઉપસ્થિત રહેલા લોકો સાથે ખજૂર ભાઈએ સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજનની પણ મજા માણી હતી.
ઉદયપુરની આ મુલાકાત નો વિડીયો ખજૂર ભાઈ ની પત્ની મીનાક્ષી દવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે જેમાં કોમેન્ટના માધ્યમથી સમગ્ર પરિવારજનોને ચાહકોએ ખૂબ જ આશીર્વાદ શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી તથા કેપ્શન માં લખ્યું હતું કે થેન્ક્યુ ઉદયપુર.હાલમાં તો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.