સમગ્ર ગુજરાત અને વિશ્વભરમાં લોક સેવક તરીકે જાણીતા નીતિનભાઈ જાની એટલે કે ખજૂર ભાઈ હંમેશા પોતાના સેવા કાર્ય સાથે જોડાયેલા રહે છે તેને અત્યાર સુધી અનેક ગરીબ અને જરૂરિયાતમંદની મદદ કરી લોક સેવાનું ઉત્તમ ઉદાહરણ લોકો સમક્ષ રજૂ કર્યું છે તેઓ અવારનવાર અનેક વીડિયો અને તસ્વીરો દ્વારા સેવાનો સંદેશો લોકો સુધી પહોંચાડતા જોવા મળે છે તથા પૂર દુષ્કાળ ભૂકંપ જેવી સ્થિતિમાં પણ હંમેશા લોકોની સાથે ઊભા રહી તેમની મદદ કરે છે આ કારણથી જ આજે તેઓ લાખો લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. ખજૂર ભાઈ ના ચાહકો આજે સમગ્ર વિશ્વમાં રહેલા છે જે તેમને દરેક સેવા કાર્યમાં ખુબ જ સાથ સહકાર અને પ્રેમ આપતા જોવા મળે છે આ સાથે જ તેમની આવકનો મોટેભાગે ગરીબ અને જરૂરિયાતમંદની મદદ પાછળ ખર્ચ કરતા હોય છે તથા લાખો લોકો સુધી સેવા કાર્યની પ્રેરણા પહોંચાડે છે.
આજે ખજૂર ભાઈ દરેક લોકો માટે ભગવાનનું સ્વરૂપ બની ગયા છે આ સ્વાર્થી અને મતલબી દુનિયામાં ખજૂર ભાઈ નિસ્વાર્થ ભાવે દરેક લોકોની મદદ કરી. હંમેશા સેવા ભાવ રાખે છે આટલી મોટી નામના હોવા છતાં પણ સાદગી સરળતા અને સંસ્કૃતિના સંસ્કારો સાથે હંમેશા ખજૂર ભાઈ જોડાયેલા રહે છે.આજે સોશિયલ મીડિયામાં પણ તેમના લાખો ની સંખ્યામાં ચાહકો રહેલા છે તેઓ પોતાના દરેક વીડિયોમાં કહે છે કે જો તમે ગરીબો અને જરૂરિયાત મંદની મદદ કરશો તો ભગવાન આપોઆપ તમારા પર પ્રસન્ન થશે અને તમામ મનોકામના પૂર્ણ થશે માટે ગરીબોની અને તમામ જીવોની હમેશા મદદ કરતા રહો આજ માનવીનો સાચો ધર્મ અને કર્મ છે.
આપને જણાવી દઈએ કે ખજૂર ભાઈ અત્યાર સુધી અનેક લોકોને નવજીવન આપી તેમના જીવનમાં ખુશીઓનો સમુદ્ર આપ્યો છે. ખજૂર ભાઈ ની લોકપ્રિયતા માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલી છે વિદેશના અલગ અલગ દેશોમાં રહેતા ગુજરાતવાસીઓ દ્વારા પણ ખજૂર ભાઈના ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યા હતા માત્ર એટલું જ નહીં પરંતુ એબીપી અસ્મિતા પુરસ્કાર દ્વારા પણ તેમને સન્માનિત કર્યા હતા પોતાના સેવા કાર્યને કારણે ખજૂર ભાઈને અત્યાર સુધી અનેક એવોર્ડ તથા સર્ટીફીકેટ પણ પ્રાપ્ત થયા છે આ કારણથી જ આજે તેઓ સમગ્ર ગુજરાત અને ભારતનું ગર્વ બની ગયા છે.
ગણેશ ચતુર્થી ના પાવન પર્વ નિમિત્તે ખજૂર ભાઈએ પોતાના સમગ્ર પરિવાર સાથે ગજાનંદ ગણપતિ મહારાજની વિશિષ્ટ પૂજા કરી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકોને ખૂબ જ પસંદ આવી હતી વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે ખજૂર ભાઈ પોતાની પત્ની મીનાક્ષી દવે તથા માતા અને ભાઈ તરુણ જાની અને પોતાની સમગ્ર ટીમ સાથે ગણપતિ મહારાજની પૂજા કરી રહ્યા છે.
આ તસવીરોમાં ખજૂર ભાઈ સહિત સમગ્ર પરિવારનો ગણપતિ મહારાજ પ્રત્યે અતૂટ શ્રદ્ધા વિશ્વાસ પ્રેમ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો તમામ લોકોએ ગજાનંદ ગણપતિ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો તથા તમામ લોકોને સુખાકારી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. આ પૂજામાં તમામ લોકો ભારતીય પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા ખજૂર ભાઈના સંસ્કારો સાદગી અને સરળતા જોતાની સાથે જ સોશિયલ મીડિયામાં તમામ લોકોએ મન ભરીને વખાણ કર્યા હતા.