ગુજરાતના મસીહા કહેવાતા ખજૂર ભાઈ ને તો સૌ કોઈ લોકો ઓળખતા જ હશો.તેઓએ સૌ કોઈના દિલમાં પોતાનો અનોખું સ્થાન બનાવી દીધું છે. ખજૂર ભાઈએ આજે સૌ કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિઓની મદદ કરીને પુણ્યનું કામ કરી રહ્યા છે.
એવામાં જ આપણી સમક્ષ એક એવો જ કિસ્સો સામે આવ્યા છે. ગયા વર્ષે પણ આવેલા એવા વાવાઝોડા દરમ્યાન કેટલા લોકો બીકર બન્યા હતા ત્યારે આ તમામ લોકોને નવા ઘર બનાવી આપીને તેમણે 200 ઘર બનાવવાનો ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો.
એવામાં જ તેમને પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની જાણ થતાની સામે જ તેઓ તેમની મદદે દોડી ગયા. બાબરા ની બાજુમાં આવેલા વલારડી ગામમાં ઝીણાભાઈ કે જેમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે તેમને ઘણા વર્ષોથી પેરાલીસીસ હોવાથી તેઓ ચાલી શકતા નથી.
તેથી તેની બંને દીકરીઓ અભ્યાસ કરીને પિતાની સેવા કરે છે.આ ઉપરાંત ઘર ચલાવવા માટે એ બંને દીકરીઓ સાડી ટાંકીને દિવસના 70 રૂપિયાની કમાણી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ બંને દીકરીઓ રાત દિવસ એક કરીને પિતાની સેવા તો કરે જ છે .
પરંતુ ઘર ચલાવવા માટે પણ મહેનત કરે છે. તેથી ખજૂર ભાઈએ આ પરિવારને બધી જ જીવન જરૂરિયાત વસ્તુઓ લાવી આપી એક નાનકડી મદદ કરી છે. એટલું જ નહીં પરંતુ ખજૂર ભાઈએ તેમને અનાજ ઉપરાંત પરિવારને પડતી બધી જ મુશ્કેલીઓ દૂર કરી હતી.
નિતીન જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈના મુખે ચર્ચાય રહ્યા છે તેનો એક માત્ર કારણ છે તેઓની મદદ કરવાની ભાવના! કરવાની ભાવના સૌ કોઈમાં નથી હોતી.પરંતુ આજના સમયમાં પણ તેઓ અન્ય લોકો વિશે વિચારે છે એ જ મહત્વનું છે, ખજૂર ભાઈને આજ દિન સુધી ઘણાય વૃદ્ધોના આશીર્વાદ પણ મળી ચૂક્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment