કેશોદના સેવાભાવી ડોક્ટર ઉમેશભાઈ ભટ્ટનું દીકરાની નજર સામે અકસ્માતમાં કરુણ મોત… હસતા-ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે કેશોદ-જુનાગઢ હાઇવે પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં હાઇવે પર બાઈક સવાર તબીબ અને તેમના દીકરાને એક અજાણ્યા કાર ચાલકે જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માતની ઘટનામાં દીકરાની નજર સામે પિતાનું દર્દનાક મોત થયું હતું. સેવાભાવિ તબીબીનું મોત થતા જ સમગ્ર કેશોદ પથકમાં માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માતની અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા સેવાભાવી તબીબનું નામ ઉમેશભાઈ ભટ્ટ હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે, ઉમેશભાઈ ભટ્ટ કેશોદના જાણીતા આયુર્વેદિક તબીબ હતા. ઘટનાને લઈને વાત કરીએ તો, ઉમેશભાઈ અને તેમનો દીકરો રોહિત બંને બાઈક લઈને અગતરાય રોડ પર હાઇવે ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન એક ઝડપી હોન્ડાઈ કારે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર ઉમેશભાઈ અને તેમનો દીકરો રોહિત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટર ઉમેશભાઈ ભટ્ટનું મોત થયું હતું.

આ સમગ્ર ઘટનાને લઈને ઉમેશભાઈ ના દીકરા રોહિતે કારચાલક સામે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉમેશભાઈનું મોત થતાં જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*