સમગ્ર ગુજરાતમાં કવિરાજ તરીકે જાણીતા આદિત્ય ગઢવી હાલમાં યુકે દેશમાં લંડન શહેરમાં અલગ અલગ જગ્યાએ આયોજિત થયેલા સંગીત કાર્યક્રમમાં ઉપસ્થિત થઈ રહ્યા છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ચારેકોર ધૂમ મચાવી દીધી છે ચાહકો તરફથી પણ આદિત્ય ગઢવીને શુભેચ્છા અને શુભકામનાઓ આપવામાં આવી રહી છે. કવિરાજ આદિત્ય ગઢવી આજની પેઢીને જુના ગીતો ને પોતાના નવા અંદાજમાં ગાય ગુજરાતી લોકસંગીત સંસ્કૃતિ અને સંસ્કારોથી પરિચિત કરાવી તેમને સતત આગળ વધારી રહ્યા છે આ કારણથી જ સૌથી વધારે યુવાન યુવતીઓ આદિત્ય ગઢવીના તમામ ગીતોને ખૂબ જ નજીકથી પસંદ કરે છે તથા તેમના દરેક સંગીતના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે.
આ મુકામ સુધી પહોંચવા માટે કવિરાજ આદિત્ય ગઢવી ને પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કરવા પડ્યા હતા પરંતુ પોતાની મહેનત અને આત્મવિશ્વાસથી તેઓ સંગીત ક્ષેત્રે સતત આગળ વધતા ગયા અને આજે તેઓ સમગ્ર ગુજરાત સહિત વિશ્વમાં સંગીત ક્ષેત્રમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. આદિત્ય ગઢવીના અનેક લોકપ્રિય ગીતો લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે તેમાં મહાહેત વાળી, હંસલા જેવા અનેક ગીતોમાં તેમનો સુર દરેક લોકોના હૃદય સ્પર્શી ગયો છે.
હાલમાં આદિત્ય ગઢવી લંડન ની અલગ અલગ જગ્યાએ રાસ ગરબા માં ધૂમ મચાવી હતી જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતી લોકો જોડાયા હતા. આ કાર્યક્રમની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં આદિત્ય ગઢવીએ લોકો સમક્ષ શેર કરી હતી. આ તસવીરોમાં જાણે મીની ગુજરાત લંડનની ધરતીમાં ઊભું થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તમામ લોકો ભારતીય પરંપરાગત અને ગુજરાતી પોશાકમાં જોવા મળ્યા હતા આદિત્ય ગઢવી એ પણ પોતાના લોકપ્રિય ગીતોથી તમામ લોકોને મોજ કરાવી દીધી હતી. આબાદ રાસ ગરબા ના કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી આદિત્ય ગઢવી લંડનમાં આવેલી શાનદાર જગ્યાએ ફોટોશૂટ કરાવ્યું હતું.
તસવીરોમાં જોઈ શકો છો કે પાણીની વચ્ચે બોટમાં કવિરાજ સુતા સુતા અલગ અલગ અંદાજમાં પોઝ આપી ફોટોગ્રાફી કરાવી રહ્યા છે આ સાથે તેને રમુજી કેપ્શન પણ રજૂ કર્યું હતું જેમાં તેણે લખ્યું હતું કે નગરીમાં જળમહી બોટમાં વિહાર કરી રહેલા કવિરાજ દેખાઈ રહ્યા છે આ ફોટો સન 2024 નો છે. આ કેપ્શન માંથી તમામ લોકો હસવા લાગ્યા હતા અને એક મનોરંજન ઊભું થયું હતું. આવી રીતે અનેકવાર આદિત્ય ગઢવી પોતાના ચાહકોને આનંદ કરાવતા રહે છે. મૂળ ગુજરાતી ભાષાથી તમામ લોકોને પ્રેરિત કરાવી રહ્યા છે અને લોકસંગીત પ્રત્યે દરેક લોકોનો પ્રેમ વધે અને સમગ્ર વિશ્વમાં ગુજરાતી સંસ્કારો સંસ્કૃતિ અને લોકસંગીત ઉજાગર થાય તેવા તમામ પ્રયત્નો કરી રહ્યા છે.
આ તસવીરને અત્યાર સુધી 58000 કરતા વધારે લાઇક મળી ચૂકી છે જેમાં એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે કવિરાજ તમે બહુ રૂપાળા લાગો છો જ્યારે અન્ય વ્યક્તિઓ લખ્યું હતું કે તમારો શર્ટ તો ભાઈ અતિ સુંદર છે અને તમારા પોઝ ની તો કોઈ વાત જ ના થાય કવિરાજની જેમ તેમના ચાહકોએ પણ કોમેન્ટ ના માધ્યમથી મનોરંજન ઊભું કર્યું હતું આ તસ્વીર હાલમાં જ્યારે કોઈ ધૂમ મચાવી રહી છે અને કવિરાજ પણ અલગ અલગ કાર્યક્રમોમાં લોકોને સંગીત ની મજા કરાવી રહ્યા છે.