આજકાલ સોશિયલ મીડિયા પર એવા કિસ્સાઓ જોવા મળે છે જે જોઈને કે સાંભળીને લોકો ચોકી જાય છે. આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર જોવા મળ્યો છે. આ ઘટના ઘણા વર્ષો જૂની છે પરંતુ ફરી એક વખત અમે તમારી સામે ઘટનાને રજૂ કરી રહ્યા છીએ. જેમાં સંબંધોને શર્મશાર કરનારી ઘણી ઘટનાઓ રોજબરોજ સામે આવે છે. આ ઘટના 27 સપ્ટેમ્બર 2017 માં રાજકોટમાં(Rajkot) બની હતી જ્યાં એક પ્રોફેસર દીકરાએ પોતાની જ માતાનું જીવ લઇ લીધો એવું સામે આવ્યું હતું.
દીકરો અત્યારે તો જેલમાં હતો અને કેસ ચાલતો હતો તેને હવે સાડા ત્રણ વર્ષ બાદ પોતે આકરી સજા ફટકારી છે. આ ઘટનાને દીકરાએ આપઘાતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ જ્યારે સમગ્ર રહસ્ય ઉપરથી પડદો ઉઠી ગયો ત્યારે સૌ કોઈ હચમચી ઉઠ્યા હતા. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ નાણાવટી ચોક પાસે આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રોફેસર દીકરાએ 27 સપ્ટેમ્બર 2017 ના દિવસે પોતાની માતાને એપાર્ટમેન્ટની છત ઉપરથી નીચે ફેંકી દીધી હતી. આ સમગ્ર ઘટના ને આત્મહત્યા બતાવવામાં આવી હતી, પરંતુ આ ઘટના બાદ દીકરાએ જ માતાનો જીવ લઇ લીધો હોવાનો ખુલાસો થઈ ગયો છે.
મળતી માહિતી અનુસાર પ્રોફેસર દીકરા સંદીપ નથવાણીએ તેની વૃદ્ધ માતા જયશ્રીબેન નથવાણીને ચોથા માળેથી ફેંકી દીધી અને જીવ લઈ લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી. શરૂઆતમાં આ ઘટના આત્મહત્યા લાગતી હતી, પરંતુ સીસીટીવી ફૂટેજમાં ખુલાસો થતા કપાતર દીકરાની કાળી કરતૂત સામે આવી છે. સામે આવેલી સીસીટીવી ફૂટેજમાં સંદીપ નથવાણી અગાસી પર જ્યારે પોતાની માતાને લઈ જઈ રહ્યો છે.
ત્યારે પોતાની માતાને ચપ્પલ પહેરાવે છે, પરંતુ સંદીપ નથવાણી જ્યારે અગાસી પરથી નીચે આવે છે ત્યારે પોતાની માતાએ પહેરેલા ચપ્પલ પોતે પહેર્યા હોવાનું સીસીટીવી માં કેદ થાય છે. તો સાથે જ સીસીટીવી માં દર્શાવેલ સમય મુજબ 8.56.40 સેકન્ડ પર જ્યારે જયશ્રીબેન નું મૃત્યુ થાય છે તે સમયે તેના પુત્રની હાજરી તેના ફ્લેટમાં નહીં પરંતુ અગાસીમાં જોવાનું સામે આવ્યું છે.
આરોપી સંદીપ એ પોતાનો ગુનો કબુલ કરતા જણાવ્યું હતું કે તે તેની માતાની લાંબી બીમારીથી કંટાળી ગયો હતો. આ ઉપરાંત પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હોવાના કારણે તેને તેની માતાનો જીવ લેવાનું કાવતરું બનાવ્યું હતું. પોલીસે આરોપી પુત્રના જવાબના આધારે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. રાજકોટ પોલીસે આ ઘટનાની તપાસ પછી માતાના જીવ લેનાર પ્રોફેસર પુત્રને જેલ હવાલે કર્યો હતો.
#Shocking: Son throws mother from terrace of the building. Murder recorded in CCTV footage. #RAJKOT #Shocking #Shame pic.twitter.com/flEXG3mFZh
— HW News Hindi (@hwnewsnetwork) January 5, 2018
જનેતાની ઠંડા કલેજે જીવ લેનાર પુત્ર સામેનો કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદી, ડોક્ટર, પોલીસ, ફ્લેટ ધારકો, આરોપીની બહેન અને બનેવી સહિત 28 વ્યક્તિના મૌખિક પુરાવા અને રેકોર્ડ પર ની તમામ હકીકતો ધ્યાન ને લઈને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ 44 પી. એન. દવેએ જનેતાને ચોથા માળેથી નીચે ફેકી ગઈ મોતને ઘાટ ઉતારી હતી. કપૂત સંદીપ નથવાણીને ખુનના ગુનામાં ઠહેરાવી હુકમ ફરમાવી હત્યારા પુત્રને કોર્ટે આજીવન કેદનો ચુકાદો ફરમાવ્યો છે. આ ઘટનાનો વિડીયો પણ સીસીટીવી માં કેદ થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment