હાલમાં ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં કમો કમો જ થઈ રહ્યું છે. કિર્તીદાન ગઢવીના ડાયરામાં ફેમસ થયેલો કમો હવે એક સેલિબ્રિટી બની ગયો છે. સોશિયલ મીડિયામાં પણ કમાના ઘણા બધા વિડીયો વાયરલ થઇ રહ્યા છે. લાખોની સંખ્યામાં લોકો કમાનો વિડીયો જોવે છે. કમો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં જાણીતો બની ગયો છે. કમો ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પણ જોવા મળ્યો હતો.
હાલમાં નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રીમાં કમાભાઈની કમાલ જોવા મળી રહે છે. મિત્રો કમો નવરાત્રીમાં સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી થનગનાટ કરતો જોવા મળશે. નવરાત્રિના નવ દિવસનું કમાનુ બુકિંગ ફુલ થઈ ગયું છે. સુરત, રાજકોટ, ઉના સહિતના શહેરમાં કમો નવરાત્રિના કાર્યક્રમમાં જોવા મળી શકે છે.
કમો આટલો ફેમસ થઈ ગયો છે કે કોઈપણ કાર્યક્રમ માટે આવે ત્યારે તેને જોવા માટે લોકોની પડાપડી થાય છે અને તેનો એક ફોટો પાડવ પણ લોકો પડા પડી કરે છે. બીજા નોરતાના દિવસે કમાભાઈ અમદાવાદમાં જીગ્નેશ કવિરાજની સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. આ નવરાત્રિના કાર્યક્રમમાં જીગ્નેશ કવિરાજ અને કમા ચાહકો મોટી સંખ્યામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જીગ્નેશ કવિરાજ સાથે કમાએ સ્ટેજ પર જોરદાર ડાન્સ કર્યો હતો. કમાને અને જીગ્નેશ કવિરાજને સ્ટેજ પર ડાન્સ કરતા જોઈને ખેલૈયાઓનો ઉત્સાહ ખૂબ જ વધી ગયો હતો. જ્યારે કાર્યક્રમમાં જીગ્નેશ કવિરાજ “એવો રસીયો રૂપાળો રંગરેલીયો” ગીત ગાય છે.
ત્યારે આ ગીત સાંભળીને ખેલૈયા આવો એક અલગ અંદાજમાં ગરબા લેવાનું શરૂ કરે છે. કમો પણ જીગ્નેશ કવિરાજની સાથે સ્ટેજ પર ડાન્સ કરતો આ કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. એટલું જ નહીં પરંતુ કમો પુષ્પા મુવીના જાણીતા ગીત પર પણ એક અલગ અંદાજમાં ડાન્સ કરે છે. હાલમાં જીગ્નેશ કવિરાજ અને કમાના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
આ કાર્યક્રમમાં પણ કમાભાઈ સ્ટેજ પર ભારત માતાકી જય બોલાવે છે. કમાનો ફોટો પાડવા માટે લોકોએ પડાપડી કરી હતી. આટલું જ નહીં પરંતુ ઘણા લોકો તો માત્ર કમાને જોવા માટે આ કાર્યક્રમમાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વરદાન બારોટ પણ હાજર રહ્યા હતા. કમાભાઈ વરદાન બારોટ સાથે પણ એક અનોખા અંદાજમાં સ્ટેજ પર ડાન્સ કર્યો હતો. જે વીડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ બચાવી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment