સુરતમાં પ્રી-નવરાત્રીમાં કમાભાઈ ગરબે ઘુમીયા..! કમાભાઈએ પોતાના ફેવરિટ ગીત પર અનોખા અંદાજમાં ગરબા લીધા…જુઓ ગરબે રમતા કમાભાઈનો વિડીયો

Published on: 6:20 pm, Thu, 22 September 22

હાલમાં ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં કમો કમો જ થઈ રહ્યું છે. લોકગાયક કિર્તીદાન ગઢવીના ડાયરાથી રાતોરાત સેલિબ્રિટી બની ગયેલા કમાભાઈ હવે દેશ-વિદેશમાં પણ લોકપ્રિય થઈ રહ્યા છે. દિવસે ને દિવસે કમાભાઈના ચાહકો વધી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે નવરાત્રિના દિવસોમાં કમાભાઈનું બુકિંગ ફૂલ થઈ ગયું છે.

મિત્રો તમને બધાને ખબર છે કે હવે નવરાત્રિના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે કમાભાઈ ને હવે પ્રી નવરાત્રિમાં પણ બોલાવવામાં આવી રહ્યા છે. સુરત શહેરમાં થોડાક દિવસ પહેલા પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કમાભાઈ પોતાની હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં કમાભાઈ ગરબા રમ્યા હતા અને એક જમાવટ કરી દીધી હતી. ત્યારે ગાયક કલાકાર અલ્વીરા મીર અને ઉમેશ બારોટ સંગ કમાભાઈએ ગરબાની રંગત જમાવી હતી. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કમાભાઈ આ નવરાત્રિમાં શેરવાની પહેરીને રોયલ એન્ટ્રી કરી હતી.

કમાભાઈ ની સાથે બોડીગાર્ડ પણ જોવા મળ્યા હતા. જ્યારે કમાભાઈની એન્ટ્રી થાય ત્યારે ત્યાં હાજર લોકોએ કમાભાઈ ને જોવા માટે પડાપડી કરી હતી. ત્યારબાદ કમાભાઈ સ્ટેજ પર આવ્યા હતા અને માતાજીની જય બોલાવી હતી. નવરાત્રી દરમિયાન કમાભાઈ ગરબા લીધા હતા અને કમાભાઈ ને ગરબા લેતા જોઈને ખેલૈયાઓનો જુસ્સો વધી ગયો હતો.

કાર્યક્રમ દરમિયાન ઉમેશ બારોટ કમાભાઈનું ફેવરેટ ગીત “ઘરે જવું ગમતું નથી” ગાય છે. આ ગીત સાંભળીને કમાભાઈ પોતાની ખુરશી ઉપરથી ઉભા થઈ ગયા હતા અને અનોખા અંદાજમાં ગરબા લેવાનું શરૂ કરી દીધું હતું. જે વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોક ડાયરામાં રાતોરાત સેલિબ્રિટી બની ગયેલા કમાભાઈને હવે લોકો મહેમાન તરીકે પોતાના ત્યાં આમંત્રણ આપે છે.

એક સમયે જે કમાને સરખી રીતે બોલાવતા પણ ન હતા. તે કમાને આજે જોવા માટે હજારોની સંખ્યામાં લોકો આવે છે અને કમા ને મળવા માટે લોકો પડાપડી કરે છે. હવે સ્ટેજ પર કલાકારો કરતાં પણ કમાને વધુ માન મળવા લાગ્યું છે. મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે કમાની હાલત પણ ધીમે ધીમે સુધરતી જાય છે. કમો પેલા સરખી રીતે બોલી નહોતો શકતો હવે કમો ધીરે ધીરે સ્પષ્ટ બોલવા લાગ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો