કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગયો..! લગ્નના ત્રણ દિવસ બાદ દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… માતા-પિતા આણું તેડવા જવાની તૈયારી કરતા હતા અને ફોન આવ્યો કે…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. અમુક વખત તો એવા કિસ્સાઓ બનતા હોય છે જેમાં માતા-પિતા આખી જિંદગી પોતાના દીકરા દીકરીને મહેનત કરી મોટા કરતા હોય છે. પરંતુ અચાનક જ દીકરા દીકરી કંઈક એવું કરીને બેસતા હોય છે જેનાથી મા બાપ જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેઓ વિચારતા હોય છે કે મારા ઉછેરમાં શું ખોટ રહી ગઈ હશે?

ત્યારે હાલમાં તેઓ જ એક દુઃખદ બનાવ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા માંથી સામે આવી રહ્યો છે. આ ઘટના વિશે સાંભળીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરે હતો મોર ડુંગરા ખાતે રહેતી અને મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામના શિવ શક્તિ સોસાયટી ખાતે આજથી ત્રણ દિવસ પહેલા એક દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા. ત્યારે દીકરીએ લગ્નના ત્રણ દિવસ બાદ પોતાના સાસરીમાં ગમ્યા કારણોસર ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

પિતાએ દીકરીના ધામધૂમથી લગ્ન કર્યા

આ ઘટના બનતા જ સમગ્ર પથકમાં ચકચાર મચી જવા પામી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને મોરવા હડફ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ માતા-પિતાના પગ નીચેથી જમીને સરકી ગઈ હતી. હજુ તો બે દિવસ પહેલા પરિવાર દીકરીને ધામધૂમથી પરણાવીને સાસરે મોકલી હતી. જ્યારે દીકરીનું આણું તેડવા જવાનું થયું ત્યારે સમાચાર આવ્યા કે તમારી દીકરીએ ગળાફાંસો ખાઈ લીધો છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો અરવિંદભાઈ નાનજીભાઈ જાલૈયા નામના વ્યક્તિની દીકરી ઉર્વશીના લગ્ન મોરવા હડફ તાલુકાના સંતરોડ સાલીયા ગામના શિવ શક્તિ સોસાયટી ખાતે રહેતા સંતોષ લક્ષ્મણભાઈ ભાભોર સાથે નક્કી કર્યા હતા. 13 માર્ચના રોજ બંનેના લગ્ન હતા. પરિવારના સભ્યોએ ઉર્વશીના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. ત્રણ દિવસ પહેલા ઘરમાં લગ્નનો માહોલ હતો અને દરેક લોકોના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળતી હતી.

ઉર્વશીના પરિવારજનો

ત્યાર પછી અરવિંદભાઈ પોતાની લાડલી દીકરીને સાસરે વળાવી હતી. ત્યાર પછી તો ઉર્વશી ને ફરીથી પોતાના પિયરમાં પાછું આણું વાળીને લાવવાની તૈયારીઓ પિયર પક્ષ દ્વારા ચાલતી હતી. એ જ દિવસે દીકરી ઉર્વશીના સાસરીમાંથી ફોન આવ્યો હતો કે “તમારી દીકરીએ ગળાફાંસો ખાઈ લીધો છે.” આ વાત સાંભળીને પરિવારના સભ્યો સહિત દીકરીના માતા-પિતાના પગ નીચેથી જમીને સરખી ગઇ હતી.

આક્રંદ કરતી ઉર્વશીની માતા

ઉર્વશીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ માતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઈને દીકરીના પિતાએ જણાવ્યું કે, મારી દીકરી ઉર્વશીના લગ્નના બીજા દિવસે તેનું MAની પરીક્ષાનું પેપર હતું. જેથી દીકરી અને જમાઈ બંને મારા ઘરે આવ્યા હતા. હસી ખુશી સાથે પરીક્ષાનું પેપર આપી ગયા હતા. તે દિવસે રાત્રે ઉર્વશી સાથે વાતચીત થઈ હતી. ત્યારબાદ બીજા દિવસે સવારે ફોન આવ્યો કે તમારી દીકરીએ ગળાફાંસો ખાઈ લીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*