જુવાનજોધ દીકરાએ ટ્રેનની સામે કૂદીને સુસાઈડ કરી લીધું… જાણો દીકરા પર એવું તો શું દુઃખ આવી પડ્યું હશે…

ગુજરાત રાજ્યમાં બનતી સુસાઇડની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 24 વર્ષના યુવકે ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. જુવાનજોધ દીકરાનું મોત થતાં જ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટના દિયોદર તાલુકાના લુદરા ગામમાં બની હતી. આ ગામના 24 વર્ષના વિનોદજી જગાજી મકવાણા ઠાકોર નામના યુવકે મંગળવારના રોજ સાંજના સમયે દિયોદર થી મીઠા રેલ્વે ટ્રેક વચ્ચે પાલનપુર થી ગાંધીધામ તરફ જતી પેસેન્જર એક્સપ્રેસ ટ્રેનની સામે કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

જાણવા મળી રહ્યું છે કે યુવકે કોઈ અંગત કારણોસર સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું છે. આ ઘટનાની જાણ થયા બાદ યુવકના પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. દીકરાના મૃતદેહને જોઈને પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ ઘટના બનતા જ ગામના લોકોમાં પણ માતમ છવાઈ ગયો હતો.

ઘટનાની માહિતી મળ્યા બાદ દિયોદર સ્ટેશન માસ્ટરે ભીલડી પોલીસ મથકમાં આ ઘટનાની જાણ કરી હતી. પોલીસ મથકમાં ઘટનાની જાણ મળતા જ ભીલડી જીઆરપી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પછી મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને દિયોદર રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું.

હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. યુવકે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*