ગુજરાતના આ મંદિરમાં માત્ર લાકડાના પૂતળાની માનતા રાખવાથી શરીરના જુના દુ:ખાવા થાય છે દૂર

સમગ્ર ગુજરાતમાં મા ખોડીયાર ના અનેક તીર્થસ્થાનો આવેલા છે. આ તમામ મંદિરોમાં મા ના ભક્તો દેશ-વિદેશથી દર્શન કરવા માટે પધારે છે માતાજી દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરતા હોય છે. અનેક મંદિરોમાં માતાજીના પરચાઓની વાત જગવિખ્યાત થયેલી છે આજે એક એવા જ મંદિર વિશે આપને જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં આજે પણ માતાજી હાજરાહજૂર બિરાજમાન છે અને દરેક ભક્તોના દુઃખ દર્દ ને દૂર કરે છે. આ મંદિરમાં વર્ષો જૂના હાથ પગ સાંધાના દુખાવા સંતાન પ્રાપ્તિ તથા બાળક બોલતું ન હોય તેવી તમામ તકલીફો દૂર થાય છે. આ મંદિરની માન્યતા અનુસાર લાકડાના બનાવેલા હાથ પગ જીભ નું પૂતળું બનાવી ચડાવવાની માનતા થી બધી સમસ્યાનું નિવારણ થાય છે.