ગુજરાતમાં માતાજીના ઘણા ચમત્કારી મંદિરો આવેલા છે. ત્યારે આજે આપણે બરવાળા તાલુકાના પાંચ ગામના સીમાડે આવેલા મુગલપુરાના મેલડી માં ના ચમત્કારી મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જણાવી દઈએ કે, મેલડી માતાજીનું આ મંદિર આજે લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે.
કહેવામાં આવે છે કે, અહીં આવતા ભક્તો માતાજીની સામે પોતાનું માથું નમાવે એટલે માતાજી તેમના તમામ દુઃખો દૂર કરે છે. જણાવી દઈએ કે, બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખમીદાણા, નાવડા, શાહપુર, રોજીદ અને બરવાળા આમ પાંચ ગામના સીમાડે વર્ષો જૂનું આ પૌરાણિક મંદિર આવેલું છે. અહીં રવિવાર અને મંગળવારે સવારથી સાંજ સુધીમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે.
મોટી સંખ્યામાં અહીં આવતા શ્રદ્ધાળુ તાવાની માનતા રાખે છે. રવિવાર અને મંગળવારના રોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને તાવો કરે છે. આ મંદિરના ઇતિહાસ વિશેની લોકવાયકા વિશે વાત કરીએ તો, બરવાળા તાલુકાના પાંચ ગામના સીમાડે આવેલ મુંગલપુરના મેલડી માતાજીનું મંદિર છે.
જણાવી દઈએ કે, અહીં પહેલા બાવળિયાના જંગલ જેવો વિસ્તાર હતો અને અહીં મુંગલપુર ગામ હતું. ગામમાં રહેતું તલસાણીયા પરિવાર ખેતીવાડીમાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતું હતું. આ પરિવાર નકારાત્મક શક્તિઓથી ખૂબ જ પીડાતું હતું. માટે પરિવાર મેલડી માતાજીની પ્રાર્થના કરી, ત્યારે માતાજીએ તેમને સપનામાં આવીને પરેશાની દૂર કરવાનો ઉપાય જણાવ્યો હતો.
માતાજીના ઉપાય પ્રમાણે પરિવારે તે અમલમાં મૂક્યું અને ત્યારબાદ માતાજીએ પ્રગટ થઈને કહ્યું કે, જ્યાં નકારાત્મક શક્તિ દાટી છે ત્યાં મારું સ્થાપન કરજો. એટલું કહીને માતાજી અદ્રશ્ય થઈ ગયા. બાદમાં પરિવારે ત્યાં માતાજીનું સ્થાપન કર્યું અને આજે અહીં આ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને અહીં આવતા ભક્તોના દુઃખ દૂર થાય છે.