આજકાલ દેશમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. કારણકે માત્ર 12 વર્ષની દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. રાજસ્થાનના ભીલવાડાના બનેરા શહેરમાં 23 ઓગસ્ટના રોજ 12 વર્ષીય મૈના નામની દીકરીનું મૃતદેહ રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું.
આ ઘટના બનતા જ દીકરીના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ બાળકીના ગામના લોકો ખૂબ જ ગુસ્સામાં ભરાયા હતા અને તેમને ઘટનાના વિરુદ્ધમાં બે દિવસ શેર બંધ કરાવ્યું હતું.
સમગ્ર ઘટના બન્યા બાદ દીકરીની માતા અને ગામના લોકોનું કહેવું છે કે દીકરીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસે નવો કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર 27 ઓગસ્ટના રોજ જ્યારે પોલીસ બાળકીની રૂમની તપાસ કરી રહી હતી આ દરમિયાન પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી.
તેમાં 12 વર્ષની માસુમ બાળકો એ લખ્યું હતું કે, માફ કરજે મમ્મી, હું રાત્રે 12:00 વાગે પપ્પા પાસે જઈશ. મારે પણ સાયકલ લેવાની ઈચ્છા છે. મારા મિત્રો કહે છે કે તમારી પાસે સાયકલ નથી. મારા પપ્પા હોત તો મારી પાસે સાયકલ હોત. હું આજ રાતે ગળાફાંસો ખાઈ લઈશ. મિસ યુ મમ્મી, મિસ યુ ભાઈ…!
મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે ઘરમાં માત્ર મૈનાની કાકી જ હતી. દિકરીની માતા ખેતરમાં કામ કરવા ગઈ હતી. મળતી માહિતી અનુસાર કાકી એ બહાર આવીને આ ઘટનાની જાણ તેમના પડોશીઓને કરી હતી. જેના કારણે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઘટના 23 ઓગસ્ટના રોજ બની હતી પરંતુ 27 ઓગસ્ટના રોજ દીકરીએ લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment