હાલમાં ગુજરાતના અનેક કલાકારો વિદેશની ધરતીમાં રાસ ગરબા અને લોકસાહિત્ય ડાયરાની ધૂમ મચાવી રહ્યા છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી આપણા સૌ ગુજરાત વાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત એ છે કે આજે ભારતીય સંસ્કૃતિ પરંપરા સંગીત અને લોકસાહિત્ય વિદેશના ખૂણે ખૂણે સુધી પહોંચવામાં સફળ રહ્યું છે જેમાં ગુજરાતના અનેક કલાકારોએ પોતાનો અગ્રિમ ફાળો આપી તેમને સફળ બનાવ્યું છે જેમાં સમગ્ર ગુજરાત અને વિશ્વભરમાં કવિરાજ તરીકે જાણીતા જીગ્નેશ બારોટનું નામ પણ સામેલ થાય છે આજે જીગ્નેશ બારોટના ચાહકો માત્ર ગુજરાત પૂરતા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલા છે અને તેમના અનેક ગીતો લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે.
જીગ્નેશ બારોટ પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી હંમેશા જોડાયેલા રહે છે અને પોતાના નવા ગીત અને સંગીતના કાર્યક્રમની અપડેટ આપતા રહે છે થોડા સમય પહેલા જીગ્નેશ બારોટ એ એરપોર્ટ પરથી સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી હતી આ તસવીરો વાયરલ થતાની સાથે જ ચાહકો એ લાઈક અને કોમેન્ટ નો ભરપૂર પ્રમાણમાં વરસાદ વરસાવી દીધો હતો તમામ લોકોએ જીગ્નેશ કવિરાજ અને વિદેશ પ્રવાસ માટે શુભકામનાઓ શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા જીગ્નેશ કવિરાજના દરેક કાર્યક્રમમાં તેમના ચાહકોનો ખૂબ જ સાથ સહકાર અને પ્રેમ રહેલો હોય છે માત્ર એટલું જ નહીં પરંતુ તેમના દરેક લોક ડાયરા અને રાસ ગરબા ના કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે આથી જ અંદાજો લગાવી શકાય કે આજે કવિરાજ જીગ્નેશ બારોટના ચાહકો ખૂબ જ મોટી સંખ્યામાં રહેલા છે.
જીગ્નેશ કવિરાજ હાલમાં જ અમેરિકામાં યોજાયેલ રાસ ગરબા ના કાર્યક્રમ પહેલા ખૂબ જ સુંદર ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે હવે ટૂંક જ સમયમાં અમેરિકાના અલગ અલગ શહેરોમાં વસતા ગુજરાતવાસીઓને રાસ ગરબાની મોજ કરાવવા માટે જીગ્નેશ કવિરાજ તૈયાર છે આ કાર્યક્રમ માટે વિદેશમાં વસતા ગુજરાતી લોકોએ પણ પોતાનો ઉત્સાહ અને આતુરતા દર્શાવ્યો હતો હવે જીગ્નેશ કવિરાજ ના ગીત માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગુંજવા જઈ રહ્યા છે તમામ જગ્યાએ જીગ્નેશ કવિરાજના સ્વાગત સન્માન જોવા મળ્યા હતા.
આ તસવીરો વાયરલ છે તેની સાથે જ જીગ્નેશ કવિરાજના ચાહકોએ કાર્યક્રમની સફળતા માટે શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવી હતી. આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે કે આપણા ગુજરાતમાં કવિરાજ તરીકે જાણીતા જીગ્નેશ બારોટ આજે વિશ્વના દેશોમાં પણ લોકોની વચ્ચે ડંકો વગાડી રહ્યા છે. આ મુકામ સુધી પહોંચવા માટે જીગ્નેશ કવિરાજ ને પોતાના જીવનમાં અનેક સંઘર્ષ અને પાર કરવા પડ્યા હતા. આ કારણથી જ આજે તેઓ સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી સંગીત ક્ષેત્રમાં દરેક લોકોને ગર્વ અપાવી રહ્યા છે.