મિત્રો તમે બધા “માટલા ઉપર માટલું” ગીત ગાનાર બાળ કલાકાર જીગર ઠાકોરને તો જરૂર ઓળખતા હશો. ત્યારે હાલમાં તો જીગર ઠાકોર પર દુઃખના પહાડી તૂટી પડ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ બાળ કલાકાર જીગર ઠાકોરના પિતાનું અચાનક જ નિધન થયું છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો લાખો લોકોના દિલ પર રાજ કરનાર જીગર ઠાકોરના પરિવાર ઉપર દુઃખનો પહાડી તૂટી પડ્યો છે.
નાની ઉંમરે જિગર ઠાકોરના પિતાશ્રીનું મૃત્યુ થતાં તેઓ પડી ભાંગ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે જીગર ઠાકોરના પિતાશ્રીનું નામ સોરાવજી ઠાકોર હતું. માહિતી અનુસાર 5 તારીખના રોજ સોરાવજી ઠાકોરનું મૃત્યુ થયું હતું પાસેથી માહિતી મળી હતી. તેમનું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
જીગર ઠાકોરના પિતાનું મૃત્યુ થતાં જ સમગ્ર ગુજરાતી સંગીત કલાકારોમાં દુઃખનો માહોલ જોવા મળ્યો હતો. મોટા મોટા ગુજરાતી કલાકારોએ જીગર ઠાકોરના પિતાશ્રીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મિત્રો જીગર ઠાકોર ની વાત કરીએ તો તેઓ પોતાના પરિવાર સાથે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મંડાણા ગામમાં રહે છે.
જીગર ઠાકોરના કરિયરની વાત કરીએ તો ઘણા સમય પહેલા તેમનો એક વિડીયો વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ અનેક સંગીતકારોની નજર તેમના પર પડી હતી અને તેમને એક ગાવાનું મોકો મળ્યો હતો. જીગર ઠાકોરને દેવ પગલી સાથે માટલા ઉપર માટલું ગીત ગાવાનો મોકો મળ્યો હતો.
જીગર ઠાકોરે આ ગીત ગાયું ત્યારબાદ ગીત ખૂબ જ વાયરલ થયું હતું. આ ગીતે ઘણા બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા અને ગીત દેશ વિદેશમાં ખૂબ જ જાણીતી બની ગયું હતું. આ ગીત બાદ હતો જીગર ઠાકોરની આખી જિંદગી બદલાઈ ગઈ હતી.
તેમને અનેક જગ્યાઓ પરથી ગીત ગાવાની ઓફરો મળવા લાગી. થોડાક સમય પહેલા જ એક કાર ખરીદીને પોતાનું સપનું પૂરું કર્યું હતું અને પોતાના સપનાનું મકાન બનાવ્યું હતું. પરિવારમાં ચારે બાજુ ખુશીઓનો માહોલ હતો. પરંતુ અચાનક જિગર ઠાકોરના પિતાનું મૃત્યુ થતાં હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment