પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત ના અબુધાબીમાં બીએપીએસના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદઘાટન કર્યું છે જે 27 સેક્ટરમાં બનેલા સુંદર મંદિર માટે લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે અને ઉદ્ઘાટન સમારોહમાં દેશના ઘણા પ્રખ્યાત ચહેરાઓએ ભાગ પણ લીધો હતો.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ફ્રેમ દિલીપ જોશી એટલે કે જેઠાલાલ પણ અબુધાબીમાં આયોજિત ભવ્ય ઉદઘાટન સમારોહનો ભાગી બન્યા હતા. આ ખાસ પ્રસંગે તેમને મંદિરના નિર્માણ માટે પરવાનગી આપવા બદલ દુબઈના શાસકની પ્રશંસા કરી હતી.ANI સાથે વાત કરતા દિલીપ જોશી એ શેર કર્યું કે આજે આ મંદિર જોયા પછી પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે
કે આ જગ્યાએ આટલું સુંદર બીએપીએસ મંદિર બનાવવામાં આવ્યું છે. જ્યારે આપણા પ્રધાનમંત્રી આ મંદિરનો શિલાયન્સ કર્યો ત્યારે હું પણ હાજર હતો અને હું ચોક્કસપણે કહેવા માગું છું કે દુબઈના શાસક ખૂબ જ દયાળુ છે કે તેમના મંદિરના નિર્માણ માટે માત્ર મંજૂરી નહીં પરંતુ સારી જગ્યા આપી અને આ ભગવાનનો ચમત્કાર છે.
દિલીપ જોશી એ કહ્યું કે મારી પ્રાર્થના છે કે મંદિરમાંથી સોહાર્ડ નો સંદેશ આખા વિશ્વમાં ફેલાય. મિત્રો 24 ફેબ્રુઆરી 2024 બુધવારના રોજ અબુધાબીમાં આયોજિત આ કાર્યક્રમમાં માત્ર દિલીપ જોશી જ નહીં પરંતુ અભિનેતા અક્ષય કુમાર થી લઈને વિવેક અને ગાયક સંગીતા શંકર મહાદેવ સુધીના ઘણા બધા બોલીવુડ હસ્તીઓ હાજર રહ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment