જેતપુરના હિરપરા કોવિડ સેન્ટરમાં કોંગ્રેસ શહેર પ્રમુખ મુલાકાત માટે ગયા હતા જ્યાં મંત્રી જયેશ રાદડીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ વચ્ચે બોલાચાલી થઇ હતી. રાજકોટ જિલ્લાના જેતપુરમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા હતા. જ્યાં મંત્રી જયેશ રાદડીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ વચ્ચે બોલાચાલી નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
હિરપરા કોવિડ સેન્ટરમાં કોંગ્રેસ શહેર પ્રમુખ મુલાકાત માટે ગયા હતા. જેતપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ને કોવિડ સેન્ટરમાં પૈસા લેવાતા હોવાની ફરિયાદ મળી હતી.
આ મામલે જયેશ રાદડિયા અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. જે બાદ જયેશ રાદડિયાએ કહ્યું કે શહેર કોંગ્રેસ પ્રમુખ માં હિંમત હોય તો 10 બેડ નું કોવિડ સેન્ટર શરૂ કરી દેખાડે.
અત્યારે ભાજપ કોંગ્રેસ કરવાનો સમય નથી. કોવિડ સેન્ટર માં એક રૂપિયો લેવામાં ન આવતો હોવાની વાત પણ રાદડિયાએ કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉન અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, હાલમાં કેસ ઘટી રહ્યા હોવાથી લોકડાઉન નું કોઈ આયોજન નથી. વિવિધ રાજ્ય લોકડાઉન કેસોની સંખ્યા ના આધારે કરી રહ્યા છે.
અને ગામડામાં આવેલ વાયરસને આપણે ગામડામાં જ અટકાવી દેવાના છે. ગામડામાં આઇસોલેશન સેન્ટર બને અને હોમ આઇસોલેશન ઓછું કરવામાં આવે. ગામડામાં બધાના ટેસ્ટ કરવાને બદલે લક્ષણ વાળા નું ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment