વડગામના વતની જશવંતસિંહ રાઠોડ જમ્મુ કાશ્મીરમાં એક દુર્ઘટના દરમિયાન થયા શહીદ.

35

વડગામના મેમદપુરા ગામના આર્મી જવાન જશવંતસિંહ રાઠોડ શહીદ થયા છે. આર્મી જવાન જશવંતસિંહ રાઠોડ ફરજ દરમિયાન શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરના પીછવાડામાં ભેખડ ધસી પડતા આર્મી જવાન જશવંતસિંહ રાઠોડે પોતાનો જીવ ગુમાવ્યો છે.

મહત્વની વાત એ છે કે ગઈકાલે જમ્મુ-કાશ્મીરમાં એક ત્રાસવાદીઓ સાથેની  ટક્કરમાં બે પોલીસકર્મીઓ પણ શહિદ થયા છે. અને આ ઉપરાંત બે નાગરિકોના મૃત્યુ થયા છે. અરમાપોરમાં CRPF ની સંયુક્ત ટીમ અને પોલીસ સાથે ત્રાસવાદીઓની ટક્કર થઇ હતી જેમાં ચાર લોકોના મૃત્યુ પામ્યા છે.

આ ટક્કર માં  બે સામાન્ય નાગરિકોના મૃત્યુ થયા છે અને બે પોલીસકર્મીઓ શહીદ થયા છે. માહિતી મુજબ જાણવા મળ્યું છે કે આ ટક્કરમાં ચાર લોકોના  મૃત્યુ થયા છે.

બે પોલીસ કર્મી ઉપરાંત અન્ય નાગરિકો શાકભાજી વેચી રહ્યા હતા તેઓ પણ આ ટક્કર ના શિકાર બન્યા છે. આ ઉપરાંત 3 પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા છે. દિલબાગ સિંહે કહ્યું કે આ હુમલા પાછળ લશ્કરનો હાથ હોવાનું કહેવાયું છે.

આ ટક્કરમાં ત્રણ પોલીસકર્મી આ ઉપરાંત એક નાગરિક પણ ઘાયલ થયા છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે ત્રાસવાદીઓએ સુરક્ષા દળની સંયુક્ત ટીમ ઉપર અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું અને ત્રાસવાદીઓએ ટક્કર બાદ આખો વિસ્તાર ઘેરી લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!