અમદાવાદમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. શુક્રવારના રોજ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઠેર ઠેર ધામધૂમથી ઉજવાયો હતો. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસની ઉજવણી કરવા માટે ઠેર ઠેર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
ચારે બાજુ ખુશીનો માહોલ હતો. ત્યારે અમદાવાદના દરિયાપુરની હનુમાનવાળી પોળમાં એક એવી ઘટના બની કે જન્માષ્ટમીની ખુશીમાં માતમ છવાઈ ગયો હતો. અહીં મોટી સંખ્યામાં લોકો મટકી ફોડવા માટે એકઠા થયા હતા. ઘણા લોકો મટકી ફોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, આ દરમિયાન ચબૂતરા સાથે બાંધેલો તાર ચબુતરા સાથે તૂટી પડતા એક યુવક નીચે પડ્યો હતો.
જેના કારણે તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસ અકસ્માતે મોત નોંધીને તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ દેવ પઢીયાર હતું અને તેની ઉંમર માત્ર 15 વર્ષની હતી. દેવનો મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, દેવ પઢીયાર જન્માષ્ટમીમાં યોજાયેલી મટકી ફોડ માં મટકી ફોડવાનો હતો.
ચબૂતરા સાથે બાંધેલી દોરી પર મટકી મૂકવામાં આવી હતી. આ દરમિયાન દેવ પઢીયાર મટકી ફોડવાનો પ્રયાસ કરે છે. ત્યારે અચાનક ચબૂતરા સાથે બાંધેલો તાર તૂટી તૂટી ગયું અને નજીકની દિવાલ ઘસી પડી હતી. જેના કારણે દેવ પઢીયાર દિવાલની નીચે દબાઈ ગયો હતો.
આ ઘટનામાં તેને ગંભીર ઇજા પહોંચે હતી આ કારણો તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. દેવના મૃત્યુના સમાચાર સાંભળીને ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment