અમદાવાદ શહેરના આંગણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે. છેલ્લા ઘણા સમયથી દેશ-વિદેશથી આવેલા હજારો હરિભક્તો અહીં રાત દિવસ સેવા આપી રહ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને નિહાળવા માટે દરરોજ દેશ વિદેશમાંથી લાખો લોકો અહીં આવે છે.
આટલું જ નહીં પરંતુ હજુ આગામી દિવસોમાં મોટા મોટા બિઝનેસમેન, મોટા મોટા કલાકારો અને અનેક દેશના વડાપ્રધાનો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત લેશે. આ બધા ખુશીના સમાચાર વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તૈયારી દરમિયાન અહીં સેવા આપી રહેલા એક સ્વામીનું નિધન થયું છે.
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં સેવામાં પૂજ્ય નિર્મલ કીર્તિ સ્વામી પણ જોડાયા હતા. વર્ષ 2011માં પ્રમુખસ્વામી મહારાજના વરદાન હસ્તે તેમને દીક્ષા ગ્રહણ કરી હતી. પૂજ્ય નિર્મલ કીર્તિ સ્વામીએ સારંગપુરમાં અભ્યાસ કર્યો પછી તેઓ મુંબઈમાં રહીને સત્સંગ પ્રવૃત્તિની સેવા કરી રહ્યા હતા. હાલમાં તેઓ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા માટે જોડાયા હતા.
ત્યારે અચાનક જ અહીં તેમને હાર્ટ એટેક આવ્યું હતું અને તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલની ટૂંકી સારવાર દરમિયાન પૂજ્ય નિર્મલ કીર્તિ સ્વામી ધામમાં પધાર્યા હતા. આ વાતના સમાચાર મળતા જ અનેક હરિભક્તોમાં માતમ છવાઈ ગયો હતો.
નિર્મલ કીર્તિ સ્વામી અક્ષરવાસ થતા જ સંતો અને હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. મિત્રો તમને જણાવી દઈએ કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અનેક લોકો પોતાના કામ ધંધા અને પરિવારને છોડીને અહીં સેવા માટે પહોંચી ગયા છે. જેના કારણે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું મેનેજમેન્ટ અને આયોજન ખૂબ જ જોરદાર છે.
600 જમીનની અંદર બનાવવામાં આવેલા સ્વામિનારાયણ નગરનો નજારો જ કાંઈક અલગ છે. અહીં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ તમને જોવા મળશે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન મહંત સ્વામી મહારાજ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment