મિત્રો આજથી પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. ગઈકાલે પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે 600 વિશાળ જગ્યામાં બનેલા સ્વામિનારાયણ નગર નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. નગર માનવ ઉત્સવ ચાલશે. દેશ વિદેશથી ભક્તો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવી રહ્યા છે.
14 ડિસેમ્બર થી લઈને 15 જાન્યુઆરી સુધી પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ચાલશે. છેલ્લા બે વર્ષથી આ અવસર માટે તૈયારીઓ ચાલી રહી છે.મિત્રો તમને જણાવી દઈએ કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની તૈયારી માટે ઘણા હરિભક્તો પોતાના કામકાજ મૂકીને અહીં સેવામાં આવ્યા છે.
ત્યારે આજે આપણે એક તેવા જ હરિભક્ત વિશે વાત કરવાના છીએ. મિત્રો હાલમાં લગ્નની સિઝન પણ પુરા જ હોશમાં ચાલી રહી છે. એવામાં અમદાવાદમાં તમામ પાર્ટી પ્લોટ પણ બુક છે અને આ સીઝનમાં બધા જ પાર્ટી પ્લોટના માલિકો લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે.
એવામાં એક હરિભક્તે મહોત્સવ વખતે પોતાની પાર્ટી પ્લોટની કમાણી જતી કરીને પાર્ટી પ્લોટને આ મહોત્સવ માટે આપીને એક સેવાનું કામ કર્યું છે. મિત્રો આ હરિભક્તોનું નામ સુરેશભાઈ પટેલ છે અને તેમને પાર્ટી પ્લોટ અને બિલ્ડરનું કામકાજ છે. સુરેશભાઈને તેમના જીવનમાં એક જ અફસોસ છે.
કે તેઓ પોતાના જીવનમાં પ્રમુખસ્વામી મહારાજના ચરણ સ્પર્શ કરી શક્યા નહીં. તેથી તેઓએ એક મોટી સેવા કરવાનું નક્કી કર્યું હતું. મિત્રો તમને જણાવી દઈએ કે સુરેશભાઈ લગ્નની સિઝનમાં પોતાના પાર્ટી પ્લોટની લાખો રૂપિયાની કમાણી જતી કરીને પાર્ટી પ્લોટ સેવાના કામમાં આપી દીધો છે.
સુરેશભાઈ નો પાર્ટી પ્લોટ સંતોના રસોડા તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો છે અને આ સાથે તેમના મિત્રનો પણ પાર્ટી પ્લોટ સંતોના રસોડા માટે ઉપયોગમાં લેવામાં આવ્યો છે. આવી જ રીતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ચાચા સેવક બનીને અવિરત સેવાનો પ્રવાહ પણ તેઓ વરસાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment