જય માં મોગલ : આ બહેનને વર્ષોથી સંતાન ન હોવાથી મહિલાએ માં મોગલની માનતા રાખી, માં મોગલના આશીર્વાદ મહિલાના ખોળે એક દીકરાનો જન્મ થયો…

Published on: 5:05 pm, Tue, 17 May 22

માં મોગલ ના પરચા અપરંપાર છે ત્યારે માં મોગલ નું નામ લેતાની સાથે જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. કહેવાય છે કે માં મોગલ ને આસ્થાથી અને શ્રદ્ધાથી માનવામાં આવે તો તે હંમેશા ભક્તો ની સમસ્યા અને દુઃખ દૂર કરે છે અને તેઓ અનેક વાર લોકોને પરચા બતાવ્યા કરે છે.

અને તેમની મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. માં મોગલ ક્યારેય કોઈને દુઃખી થવા દેતી નથી અને તે તો અઢારે વરણની માતા કહેવાય. ત્યારે એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક મહિલા તેની માનતા પૂર્ણ થતા કબરાઉ સ્થિત આવેલા માં મોગલ ધામ આવી પહોંચે છે.

આ મહિલા સાબરકાંઠા થી માં મોગલ ની માનતા પૂરી કરવા માટે કબરાઉ સ્થિત આવેલા મોગલધામ આવી પહોંચે છે. ત્યારે કબરાઉ સ્થિત બિરાજમાન એવા મણીધર બાપુએ આ મહિલાને પૂછ્યું કે શેની માનતા છે ત્યારે મહિલાએ માનતા ના પૈસા આપ્યા અને કહ્યું કે માં મોગલ મારી અધુરી ઇચ્છા પૂર્ણ કરી છે.

મારા લગ્નના ઘણા વર્ષો વીતી ગયા પરંતુ મારા ઘરે હજુ સુધી પારણું બંધાયું ન હતું. ઘણા વર્ષો થઈ ગયા પરંતુ સંતાન સુખ પ્રાપ્ત ન થયું હતું અને ઘણી તકલીફો વેઠી પરંતુ અમારા ઘરે પારણું બંધાયું નહીં અંતે માં મોગલ ની શ્રદ્ધા અને આસ્થા રાખવાથી માં મોગલે અમારી માનતા પૂર્ણ કરી છે.

અને મારા ઘરે પારણો બંધાયું તેથી મારી માનતા પૂર્ણ કરવા આવી છું. માં મોગલની કૃપાથી મહિલાના ઘરે પારણું બંધાયું અને સમગ્ર પરિવારમાં ખુશી નો પાર ના રહ્યો. ત્યારે મણીધરબાપૂ એ પૈસા માં 20 રૂપિયા ઉમેરીને એ મહિલાને પાછા આપ્યા.

અને કહ્યું કે માં મોગલ એ તારી 21 ગણી માનતા સ્વીકારી છે અને વિશેષ કહ્યું કે માં મોગલ તો અપરંપાર છે તે બધા ભક્તો ના બધા જ દુઃખ દૂર કરે છે. માં મોગલ ને કોઈ દાન-ભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જય માં મોગલ : આ બહેનને વર્ષોથી સંતાન ન હોવાથી મહિલાએ માં મોગલની માનતા રાખી, માં મોગલના આશીર્વાદ મહિલાના ખોળે એક દીકરાનો જન્મ થયો…"

Leave a comment

Your email address will not be published.


*