મિત્રો આપણે બધા જાણીએ છીએ કે હાલમા શિયાળો ચાલી રહ્યો છે અને ખૂબ જ ઠંડી હોય છે. આવા સમયે, 12,000 ફૂટ ઊંચા શિખરને અડીને આવેલા બરફીલા જંગલમાં બરફના જાડા થર વચ્ચે લગભગ નગ્ન થઈને ધ્યાન કરતા સાધુનો વીડિયો સામે આવ્યો છે. આ સાધુનું નામ વિશ્વાનંદ છે.
શિયાળા ની કડકડતી ઠંડી ની સ્થિતિમાં આ સાધુ એક જંગલમાં ખિલગ નામની જગ્યા પર પોતાની ઝૂંપડી પાસે ખુલ્લા આકાશ નીચે સખત કડક માં કડક સાધના કરી રહ્યા છે. સાધુ બે ફૂટથી વધુ બરફમાં તપસ્યામાં ડૂબેલા જોવા મળે છે. કહેવાય છે કે આ સાધુ પ્રથમ વખત યોગ કરતા જોવા મળ્યા હતા.
મિત્રો આપણે જ્યાં સુધી જોઈ શકીએ ત્યાં સુધી આ કડકડતી ઠંડી ના દિવસોમાં સબ-ડિવિઝન કલેક્શન હેઠળના ચૂરધાર શિખરથી હિમાલયના જંગલોમાં માત્ર ને માત્ર હિમવર્ષા થાય છે. ઘણીવાર આ સાધુઓ નૌહરાધર ના શિવ મંદિરમાં પણ પ્રાર્થના કરે છે અને તેઓ લોકો સાથે બહુ ઓછી વાત કરે છે.
દર્શક મિત્રો અમને જાણવા મળ્યું છે કે એક સ્થાનિક યુવક ચૌરસના બર્ફીલા જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની નજર સાધુને તપસ્યામાં બરફમાં ડૂબેલા જોયા અને આ નજારો જોઈને યુવક પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે જંગલમાં એકલા રહેતા આ સાધુ વિશે લોકોને થોડીક પણ ખબર નહોતી.
મિત્રો અમને માહિતી અનુસાર, લગભગ અડધા કલાક સુધી તેણે સાધુને બરફમાં ડૂબેલા જોયા અને કડકડતી ઠંડીને કારણે સાધુની તપસ્યામાં થોડોક પણ ખલેલ પહોંચાડ્યા વગર જતો રહ્યો. સાધુની આંખો બંધ હતી અને તેના ચહેરા પર કડકડતી ઠંડીમાં પણ ધ્યાનની મુદ્રામાં કોઈ ફેરફાર થયો ન હતો.મિત્રો અમને તો આ સાધુ ભગવાન ના અવતાર લાગ્યા .
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment