સુરત શહેરમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. સતત સુરત શહેરમાં આવી ઘટનાઓ વધતા હવે એવું લાગી રહ્યું છે કે સુરતમાં લુખ્ખા તત્વ અને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીયલમાં નોકરીમાંથી કાઢી મુકતા બે કારીગરોએ એમ્બ્રોઈડરી કારખાનાના માલિક તેના પિતા અને મામાનો જીવ લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરવાની કામગીરી શરૂ કરી છે. મૃત્યુ પામેલા કારખાનાના માલિકના પરિવારજનો દ્વારા આરોપીઓ સામે ઝડપી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે. આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા અંજની ઇન્ડસ્ટ્રીયલમાં વેદાંત ટેક્સો નામનું એમ્બ્રોઈડરીનું કારખાનું આવેલું છે. અહીં કારખાનાના માલિક ઉપર ત્યાં કામ કરતા બે કારીગર હોય જીવલેણ પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં કારખાનાના માલિક કલ્પેશભાઈ ધોળકિયા, તેમના પિતાજી ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઘટના બનતા જ ધોળકિયા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના આજરોજ સવા નવ વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર કલ્પેશભાઈ પોતાના કારખાનામાં કામ કરતાં બે કારીગરોને 10 દિવસ પહેલાં છૂટા કરી દીધા હતા.
તેની અદાવત રાખીને કારીગર હોય આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, નાઈટશિપમાં કામ કરતાં કારીગરો યોગ્ય કામગીરી કરતા ન હતા તેથી તેમને છૂટા કરી દેવામાં આવ્યા હતા. જેની અદાવત રાખીને આજરોજ વહેલી સવારે કારખાનામાં આવીને કારીગરોએ કારખાનાના માલિક, તેમના પિતા અને મામા ઉપર જીવ લઈને પ્રહાર કર્યા હતા.
આ ઘટનામાં ત્રણેય પોતાના જીવ ગુમાવ્યા છે. પોલીસે બંને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર એક કારીગરે ભૂલ કરી હતી જેના કારણે ઘણો બધો માલ ખરાબ થયો હતો. જેથી કારખાના ના માલિક કલ્પેશભાઈ તેમને રૂપિયા આપીને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. જેની અદાવત રાખીને આજરોજ બંને કારીગરો કારખાને પહોંચ્યા હતા અને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
લાગે છે સુરત બની ગયું યુપી-બિહાર..! સુરતમાં કારીગરોએ કારખાનાના માલિક તેના પિતા અને મામાનો જીવ લઈ લીધો…જુઓ ઘટનાના સીસીટીવી ફૂટેજ… pic.twitter.com/pxrcdBSlm0
— GUJJU ROCKZ (@gujju_rockz) December 25, 2022
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા ત્રણેય વ્યક્તિઓના મૃતદેહને કિરણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા અને કુમાર કાનાણી સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. ઘટના બનતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસની અલગ અલગ ટીમ દોડતી થઈ ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment