મિત્રો હાલમાં બનેલી એક દર્દનાક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જિમમાં વર્કઆઉટ કરતી વખતે એક યુવકનું મૃત્યુ થયું છે. યુવકના મૃત્યુની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના ઝારખંડના પલામુ માંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર ગુરુવારના રોજ 37 વર્ષે પપલુ દીક્ષિત પોતાના રૂટીન મુજબ જીમમાં વર્કઆઉટ કરી રહ્યા હતા.
અડધો કલાક વર્ક આઉટ કર્યા બાદ તેને પ્રેસની કસરત શરૂ કરી હતી. કસરત કરતી વખતે દીક્ષિત અચાનક ઊભો રહી ગયો અને હાંફતો-હાંફતો નીચે પડી ગયો. જેમાં તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના જીમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો જોઈને ડોક્ટર અને જિમ ટ્રેનર પણ ચોંકી ગયા હતા.
હાલમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેક આવવાને કારણે યુવકનું મૃત્યુ થયું હશે. આ ઘટના મેદીનીનગરના બસ સ્ટેશન પાસે આવેલી ફિટનેસ ક્લબનો છે. મળતી માહિતી અનુસાર દીક્ષિત છેલ્લા ત્રણ મહિનાથી માં આવતો હતો. ગુરુવારે સવારે તે દરરોજની જેમ છ વાગે જીમમાં પહોંચી ગયો હતો.
અડધો કલાક કસરત કર્યા બાદ તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. સમગ્ર ઘટનાને લઇને જીમના ઓપરેટરે જણાવ્યું કે, અડધા કલાક સુધી વિવિધ પ્રકારના વર્કઆઉટ કર્યા બાદ દીક્ષિત વજન ઉપાડતો હતો, આ દરમિયાન તે અચાનક બેભાન થઈ ગયો હતો.
જ્યારે આ ઘટના બની ત્યારે જીમમાં હાજર તમામ લોકો ત્યાં પહોંચી આવ્યા હતા અને દીક્ષિતને ભાનમાં લાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ દીક્ષિત પર તેની કોઈ અસર પડી નહિ. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
જીમમાં અડધો કલાકથી કસરત કરી રહેલા યુવક સાથે થયું એવું કે, યુવકનું મૃત્યુ…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો… pic.twitter.com/OasyvE3mbm
— GUJJU ROCKZ (@gujju_rockz) June 25, 2022
ઘટનાની જાણ થતાં પોલીસ અને દીક્ષિતના પરિવારના લોકો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દીક્ષિત ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment