માલદીવને ભારત સાથે પંગો લેવો ભારે પડી ગયો…! માત્ર એક જ દિવસમાં થયું કરોડો રૂપિયાનું નુકસાન… એક જ દિવસમાં 14000…

મિત્રો હાલમાં તો ચારેય બાજુ ભારત દેશ અને માલદીવ વચ્ચે ચાલી રહેલા વિવાદની જ ચર્ચાઓ ચાલી રહી છે. માલદીવને ભારત સાથે પંગો લેવો ભારે પડી ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીયો પર ટિપ્પણી કરવી માલદીવને કરોડોમાં પડશે તેવું લાગી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લક્ષદીપની મુલાકાતે ગયા આ દરમિયાન માલદીવ સરકારના મંત્રી મરિયમ શિઉના અને અન્ય નેતાઓ દ્વારા આપવામાં આવેલા વાંધાજનક નિવેદનના કારણે આ સમગ્ર વિવાદ થયો છે.

પછી તો સોશિયલ મીડિયા પર #ExploreIndianlslands અને #BoycottMaldives હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. ત્યાર પછી તો માલદીવ સરકાર તરફ એક્શનમાં આવી ગઈ હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં ટિપ્પણી કરનાર ત્રણે મંત્રીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

આમ છતાં પણ આ મામલો શાંત નથી પડ્યો અને જેનો માલદીવને ખૂબ જ ભારે નુકસાન થઈ રહ્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે, એક જ દિવસમાં માલદીવની 14,000 હોટલનું બુકિંગ કેન્સલ થયું છે અને ભારતથી માલદીવ જતી 3600 ફ્લાઇટ ટિકિટ પણ કેન્સલ થાય છે. જેના કારણે માલદીવને કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવું પડે તેવું કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*