અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ એક કાર ચાલકે નિર્દોષ મહિલાને લગાવી ટક્કર, ઘટનાસ્થળે મહિલાનું મૃત્યુ…

50

રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતમાં એક જવાની બેદરકારીના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે અમદાવાદની એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું છે.

ભરતી માહિતી મુજબ અમદાવાદમાં સવારના 5 વાગ્યાની આસપાસ ઈસ્કોન બ્રિજ પર એક વાહન ચાલકે મહિલાને ટક્કર લગાવી હતી. જેથી મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી મુજબ વાહન ચાલે તે મહિલાને ચક્કર લગાવી ત્યારે મહિલા 10 ફૂટથી વધારે દૂરનું ઊછળીને પડી હતી. મહિલાને ટક્કર લગાવી ને વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

ત્યારે બ્રિજ પર જતા એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી અને પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું. પોલીસે આ ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં હજુ પણ જાણ નથી થઇ કે મહિલા કોણ છે.

આ ઉપરાંત થોડાક દિવસ પહેલાં જ અમદાવાદમાં શિવરજ ચાર રસ્તા પાસે એક કાર ચાલકે સુતેલા લોકો પર કાર ચઢાવી દીધી હતી તેમાં પણ એક મહિલાનું મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!