ઈશુદાન ગઢવીએ ડોકટરોની હડતાલના મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર કર્યા આકરા પ્રહાર, ઈશુદાન ગઢવીએ કહ્યું કે…

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ મીડિયા સાથે મહત્વપૂર્ણ વાત સંબોધતા કહ્યું કે ગુજરાતમાં ભાજપ સરકાર નો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે ડોક્ટરો જ રાત દિવસ મહેનત કરીને જનતાની સેવા કરી રહી છે તેમને ભાજપ સરકાર અવગણી રહી છે. ગુજરાત સરકારે ડોક્ટરોને કોરોના માં બોન્ડ અને રેસિડેન્ટ વિશે વાયદાઓ કર્યા હતા પણ તે પુરાના કરતાં ડોક્ટર હોય આજે હડતાલ પર ઉતરવાની ફરજ પડી છે.

ડોક્ટરોની માંગણી પૂરી કરવાની જગ્યાએ ભાજપ સરકાર ડોક્ટરો અને તેમની હોસ્ટેલ ખાલી કરી દેવાનું પણ એલાન કર્યું છે અને સરકાર જનતા મા બાપ છે અને તેમના બાળકોની વાત તેમને સાંભળવી જરૂરી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર જનતાને થતી સમસ્યાઓથી તેમને કઈ ફરક પડતો નથી.

ડૉક્ટરોની હડતાળને કારણે સામાન્ય જનતાને સમયસર સારવાર નથી મળી રહે અને તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દર વખતની જેમ આ વખતે પણ મૌન છે તેવું ઇસુદાન ગઢવી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ભાજપ સરકારે લોકોની માગણીઓ પૂરી ન કરતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

હોસ્પિટલોના 50% ઓપરેશનો રદ કરવામાં આવ્યા છે અને જે ઓપરેશન ઇમરજન્સી કેસ ન હતા તે બધા રદ્દ કરી દેવામાં આવ્યા છે. ડોક્ટરોની રજા પણ રદ કરવામાં આવી છે. અને દર્દીઓની ડોક્ટરોની અછતના કારણે તકલીફ વેઠવી પડી રહી છે. સરકારે પગલાં ભર્યા નથી અને ડોક્ટર એક એવો વ્યવસાય છે જેને ભારતમાં ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*