દેશમાં કોરોના કેસો વચ્ચે નરેન્દ્ર મોદીએ ગુરૂવારે તમામ રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠકમાં દેશમાં કોરોના કેસો સૌથી વધારે છે એવા 11 રાજ્યોમાં પાંચ દિવસનું લોકડાઉન લાદવા મુદ્દે ચર્ચા કરાશે એવું સૂત્રોનું કહેવું છે.
આ રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, હિમાચલ, ઝારખંડ, રાજસ્થાન, કર્ણાટક અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે.બાબાસાહેબ આંબેડકર જયંતિની રજા છે.
અને સોમવારે કામ નો દિવસ છે પણ શનિવાર અને રવિવારે રજા છે તેથી સોમવાર ને સાથે લઈને પાંચ દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવે તો આ રાજ માં કોરોના નો ચેપ ફેલાતા રોકવામાં મોટી મદદ મળશે.
એવો અભિપ્રાય આરોગ્ય નિષ્ણાંતો એ આપ્યો હતો. મોદી આ મત સાથે સહમત છે તેથી મુખ્યમંત્રીઓ સંમત થશે તો આ નિર્ણય લેવામાં આવશે.
મંગળવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને 11 રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી તેમાં તેમણે પાંચ દિવસમાં લોકડાઉન માટેની તૈયારી કરવા કહી દીધું છે.
ગુજરાતમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં દિવસેને દિવસે કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે.
છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોના ના નવા 17 હજાર 180 પોઝિટિવ કેસ નોંધાયા છે. મંગળવારે કોરોના ના નવા 3280 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે 121 દિવસ બાદ કોરોના ની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment